
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ, રેલ્લાંવાડા માજુમ નદી પર બનાવેલ ચેકડેમ ઓવરરફ્લો થયો

અરવલ્લી જિલ્લામાં હવામાન ની આગાહી ને પગલે બપોર પછી સમગ્ર મોડાસા તેમજ મેઘરજ તાલુકા સહિત અનેક વિસ્તારની અંદર વરસાદી માહોલ જામ્યો હતો તો કેટલાક અંશે નીચાણ વારા વિસ્તારમાં પાણી પણ ભરાયા હતા તો બીજી તરફ નદીના અંદર બનાવેલા ચેકડેમ પણ ઓવર ફ્લો થયો હતો
અરવલ્લી જિલ્લાની અંદર ભારે ગરમી અને બફારા વચ્ચે હવામાનની આગાહી ને પગલે હતી બપોરના સમયે મેઘરજ તાલુકા ના રેલાવાડા તેમજ મેઘરજના અનેક વિસ્તારની અંદર વરસાદ ધોધમાર વરસ્યો હતો. બીજી તરફ મોડાસાના પણ કેટલાક વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસ્યો હતો ખાસ કરીને મોડાસા વિસ્તારની અંદર જે નીચાણવાળા ભાગોમાં અને રસ્તા પર પાણી ભરાયા હતા જેના કારણે રાહદારીઓને કેટલાક અંશે આ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો બીજી બાજુ મેઘરજ તાલુકાના માજુમ નદી ઉપર બનાવવામાં આવેલો નવનિર્માણ ચેકડેમ ઓવર ફ્લો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી નિર્માણ પામેલા ચેકડેમ સૌપ્રથમ ઓવરફ્લો થતાં આજુબાજુના વિસ્તારના જે ખેડૂતો છે તેમણે સિંચાઈના માટે આગામી સમયમાં સારો એવો ફાયદો થશે હજુ પણ હવામાન વિભાગની આગાહીના પગલે આગામી સમય અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસવાની શક્યતા સિવાય રહી છે








