ARAVALLIMODASA

અરવલ્લી : શામળાજી થી પાણીબાર બાજુ આવતા રેલવે ક્રોસિંગ માટે બનાવેલ ઓવર બ્રિજ પર તિરાડો પડી : તંત્ર સમયસર જાગે તે જરૂરી

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : શામળાજી થી પાણીબાર બાજુ આવતા રેલવે ક્રોસિંગ માટે બનાવેલ ઓવર બ્રિજ પર તિરાડો પડી : તંત્ર સમયસર જાગે તે જરૂરી

સરકાર દ્વારા વિવિધ કામો તો કરવામાં આવી રહ્યા છે પરંતુ ક્યાંક કેટલાક ભ્રષ્ટાચારીઓ ના પાપે આમ જનતા પરેશાન થઇ રહી છે અને હલકી ગુણવતા વારા કામો નિર્દોષ લોકોનો ભોગ લે તેના પહેલા તંત્ર જાગી જાય તે જરૂરી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ મોરબી જેવી હોનારત ન સર્જાય તે પહેલા તંત્ર જાગે તે જરૂરી બન્યું છે ત્યારે જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં એક વિડિઓ વાયરલ કરી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને આક્ષેપો કર્યા હતા કે શામળાજી થી પાણીબાર બાજુ આવતા રેલવે ક્રોસિંગ માટે ઓવર બ્રિજ બનાવેલો છે જે હલકી ગુણવત્તા ના કામ ન લીધે થોડાક જ વર્ષ માં બ્રિજના ઉપરના ભાગમાં તિરાડો જોવા મળી રહી છે તેમજ બ્રિજ ઉપરની એક સાઈડ થી બેસ્યો છે જેના કારણે મોટી દુર્ઘટના સર્જાય તો નવાઈ નહિ હાલ તો બ્રિજ ઉપર થી મોટા સાધનો ની અવર જવર ચાલુ છે પણ મોરબીના બ્રિજ જેવી સ્થિતિ થાય એ પહેલાં તંત્ર જાગે અને જરૂરી કાર્યવાહી થાય અને બ્રિજ અંગે ધ્યાન દોરે તે હેતુ થી જાગૃત નાગરિક દ્વારા બ્રિજનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરી રોષ વ્યક્ત કર્યો હતો તો આ બાબતે ઝડપથી જે તે જવાબદાર તંત્ર જાગે અને બ્રિજ અંગે તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ છે વધુમાં વાસ્તવિકતા થી વાકેફ થાય તે જરૂરી છે વધુમાં જે તે કોન્ટ્રાકટરો દ્વારા જે હલકી ગુણવતા વારા કામો કરવામાં આવી રહ્યાં છે તેના સામે પગલાં લેવામાં આવે તે જરૂરી છે. રેલવે ક્રોસિંગ પર જે બ્રિજ બનાવવામાં આવ્યો છે શું હલકી ગુણવતા વારા કોમો કરનાર કોન્ટ્રાકટર ના બિલ પણ પાસ કરી દેવામાં આવ્યા છે કે શું..? એ પણ સવાલ ઉભો છે ત્યારે આ બાબતે જિલ્લા કલેકટર દ્વારા યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે તો ઝડપથી શામળાજી થી પાણીબાર બાજુ આવતા રેલવે ક્રોસિંગ માટે ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે તેની તપાસ થાય તે જરૂરી છે

[wptube id="1252022"]
Back to top button