
જંબુસર તાલુકા ના કહાનવા ગામે આજ રોજ ઠાકોરપુરા વિસ્તારમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું
હતું. જેમાં બાપા સીતારામ મંદિરે બાપા સીતારામ મંડળ દ્વારા તથા ગ્રામજનોના સહકારથી ભવ્ય ભંડારાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભંડારામાં રાત્રે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિનોદભાઈ ઠાકોર. લક્ષ્મીબેન માળી દ્વારા ગણપતિની આરાધના સ્તુતિ કરી ડાયરાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કહાનવા ખાતે યોજાયેલ લોક ડાયરામાં બાપા સીતારામ સહિત દેવી- દેવતા ઓના ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી. ભાવિ ભક્તો ભજન કીર્તન થકી સંગીતના સથવારે સૌ જુમી ઉઠ્યા હતા.આ સહિત ભંડારા નિમિત્તે મહાયજ્ઞ પૂજા વિધિ વિધવાન બ્રહ્મણો દ્વારા શાસ્ત્રોત વિધિથી યોજવામાં આવ્યું હતું અને રાત્રે મહાયજ્ઞ બાદ મહાપ્રસાદીનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું. યોજાયેલ લોક ડાયરામાં ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી ભજન કીર્તન નો લાભ લીધો હતો…





