
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ |નવસારી
નવસારી જિલ્લામાં તેલાડા ગામના ખેતમજુરી કરતા જાગૃત નાગરિક કંકુબહેન ઠાકોરભાઈ હળપતિએ સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી હતી. જનતાની સમસ્યાઓ અને પ્રશ્નોના ઝડપી, સરળતાથી અને સકારાત્મક આવે એ જ સુશાસનની પરિભાષા કહી શકાય. આ મંત્રને ચરિતાર્થ કરવાની દિશામાં વર્ષ ૨૦૦3 થી રાજ્યના નાગરીકો રાજ્યના વડાને સરળતાથી રજૂઆત કરી શકે તે માટે સરકાર દ્વારા ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત” ની ઓનલાઈન અને અસરકારક પદ્ધતિ અમલમાં મૂકી છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમનો હેતુ પારદર્શક પદ્ધતિથી નાગરિકોને સંતોષ થાય તે રીતે તેઓની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો છે. આ સ્વાગત કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થયા છે.
નવસારી જિલ્લામાં નવસારી તાલુકાના તેલાડા ગામના મજુરીકામ કરી ગુજરાન ચલાવતા જાગૃત નાગરિક કંકુબહેન ઠાકોરભાઈ હળપતિએ ઘરનું નવું વીજ કનેક્શન માટે અરજી કરી હતી. અરજીની મંજૂરી માટે સંબંધિત ડોક્યુમેન્ટના અભાવે વીજ કનેક્શન મેળવવાની તકલીફ પડી રહી હતી. આ બાબતે પરિવારજનોની મદદ દ્વારા તેઓએ “સ્વાગત” માં આ બાબતે રજૂઆત કરી હતી. જેનો નિકાલ તાત્કાલીક કરવામાં આવ્યો હતો અને પરિણામ સ્વરૂપે આજે કંકુબહેનના ઘરે વીજજોડાણ છે અને એ થકી ઘર અને જીવનમાં અજવાળું પથરાયું છે.
આ અંગે કંકુબહેનના પુત્ર તુષારભાઈ સહર્ષ જણાવે છે કે અમારા પરિવારને પડી રહેલ તકલીફની સ્વાગત કાર્યક્રમમાં અરજી કરેલ હતી. જેના હકારાત્મક ઉકેલથી થોડા દિવસો બાદ જ અમારા ઘરે વીજ કનેક્શન મળી ગયું હતું. જેથી આમારા ઘરના સભ્યોનું જાણે જીવન પરિવર્તન થયું છે. જેના માટે અમારો સમસ્ત પરિવાર સરકારશ્રીનો ખુબ ખુબ આભારી છે.
નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં સુશાસન વ્યવસ્થા થકી આજે પારદર્શિતામાં ઉમેરો થાય અને વહીવટી વ્યવસ્થામાં હકારાત્મક પરિવર્તન આવે સાથે-સાથે અરજદારના પ્રશ્નનું નિરાકરણ આવે તે માટે સ્વાગત કાર્યક્રમ એ મહત્વનું ઉદાહરણ સ્થાપિત કર્યુ છે.