ARAVALLIMODASA

અરવલ્લી જીલ્લા કલેકટરના આદેશને વીજતંત્ર ઘોળીને પી ગયું!!!! GEB ના ‘ફોનનું ડોઘલું’ લાગતું નથી તેમ કહીને લોકોનો ભારે હોબાળો

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જીલ્લા કલેકટરના આદેશને વીજતંત્ર ઘોળીને પી ગયું!!!! GEB ના ‘ફોનનું ડોઘલું’ લાગતું નથી તેમ કહીને લોકોનો ભારે હોબાળો

*બિપરજોય વાવાઝોડા વચ્ચે વીજળી ડૂલ અધિકારીઓ કચેરીના બદલે ઘરે મદમસ્ત હોવાનો આક્ષેપ*

બિપરજોય વાવાઝોડાને લઇને રાત્રીના સમયે અફરા – તફરીનો માહોલ સર્જાયો હતો, ત્યારે અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો,, પણ જીઈબી કચેરીમાં જે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો હતો, તે બંધ રહેતા મોડાસાના વિવિધ વિસ્તારોના લોકોએ હોબાળો મચાવ્યો હતો…

બિપરજોય વાવાઝોડાને લઇને ગુરૂવારના રોજ મોડી રાત્રે ભારે પવન અને વરસાદ ફૂંકાયો હતો, જેને લઇને લોકોમાં અફરા – તફરીનો માહોલ જામ્યો હતો,, પણ અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં જીઈબી કચેરીની લાલિયાવાડીના દ્રશ્યો સામે આવ્યા છે. મોડી રાત્રે ત્રણ કલાક કરતા વધારે સમયથી લાઈટ બંધ રહેતા જીઈબી કચેરી ખાતે લોકોએ હોબાળો મચાવ્યો હતો… સ્થાનિક લોકોએ પહેલા ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ ફોન નહીં લાગતા સ્થાનિક લોકો જીઈબી કચેરીએ દોડી આવ્યા હતા…

સ્થાનિક લોકોએ જીઈબી કચેરીએ મોડી રાત્રે ભારે હોબાળો મચાવતા બુમરાળ મચી જવા પામી હતી,, સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે, કચેરીમાં પહોંચ્યા તો કચેરીના પંખા અને લાઈટ ચાલુ હતી તો કચેરીમાં કોઈ જ કર્મચારી કે અધિકારી જોવા નહોતો મળ્યો…. રાત્રીના સમયે શહેરના મોટાભાગના વિસ્તારોમાં લાઈટ હતી તો મોડાસાના માલપુર રોડ, બાયપાસ રોડ સહિતના વિસ્તારોમાં લાઈટ ન હોવાને લઇને લોકોમાં નારાજગી જોવા મળી હતી…

તંત્ર દ્વારા ઈમરજન્સીમાં હેલ્પલાઈન નંબર જાહેર કર્યો હતો, પણ તે જ હેલ્પલાઈન નંબર નહીં લાગતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને કચેરીને અધ્ધર લીધી હતી,,, આ પ્રકારની લાલિયાવાડીને કારણે લોકોને સુવિધા કેવી રીતે આપશે તે પણ એક સવાલ છે….

[wptube id="1252022"]
Back to top button