ARAVALLIBHILODA

શ્રી આદિવાસી સેવા સમિતિ શામળાજી સંચાલિત વિવિધ વિભાગોના સેવારત સેવકોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

શ્રી આદિવાસી સેવા સમિતિ શામળાજી સંચાલિત વિવિધ વિભાગોના સેવારત સેવકોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

પ્રકૃતિના સાનિધ્યમાં પોલો ફોરેસ્ટ વિજયનગર ખાતે સંસ્થાના સંચાલક સોનજીભાઈ બારીયા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થના દ્વારા થઈ હતી અને મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આંતરસુબા વિદ્યાલયના આચાર્યશ્રી વિક્રમસિંહ સિસોદિયા દ્વારા મહેમાનો અને તમામ સેવારત સેવકોનુ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિવિધ વિદ્યાલયો, આશ્રમશાળાઓ, છાત્રાલયના વિભાગોમાંથી બાબુભાઈ પટેલ, ભરતભાઈ ભાટીયા, કમલેશભાઈ પટેલ, ઈશ્વરભાઈ મકવાણા, રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા આગામી વર્ષના શૈક્ષણિક આયોજન અંગે એકબીજાના પરસ્પરના વિચારોની ગોષ્ટી કરવામાં આવી હતી. ટ્રસ્ટી રાજાભાઈ પાંડોર દ્વારા કર્મચારીઓને સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સંસ્થાને ઉજાગર કરવાની ખેવના વ્યક્ત કરી હતી. ત્યારબાદ સંસ્થાના સંચાલક સોનજીભાઈ બારીયા તમામ કર્મચારીઓને એકબીજાના વિચારોથી વિમર્શ થઈ સંસ્થાના વિવિધ વિભાગોને ધમધમતા કરવાની તેમજ પૂજ્ય મોટાભાઈ ના વિચારોને સમાજની અંદર પ્રસ્થાપિત કરવાની ખેવના વ્યક્ત કરી હતી. ધોલવાણી અને કાથોડી આશ્રમશાળા તેમજ આંતરસુબા વિદ્યાલય દ્વારા આ તમામ કાર્યક્રમનો ખર્ચ અને આયોજન કરવા બદલ, તેમજ ટ્રસ્ટી શ્રી રાજાભાઈ પાંડોર દ્વારા તમામ કર્મચારીઓને થેલા ની ગિફ્ટ આપવા બદલ બિરદાવવામાં આવ્યા હતા અને કાર્યક્રમના અંતે સમૂહ ભોજન લઈ પ્રકૃતિની મજા માણી છૂટા પડ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button