
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
પોલિસ કર્મીઓ પર કલંક..!! શામળાજી આશ્રમ ચોકડી નજીક ધંબોલીયાના રાહદારીને પોલીસજીપમાં બેસાડી લાફા ઝીંકી દેતા SPને લેખિત રજુઆત

અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક પોલીસકર્મીઓ પ્રજાજનો સામે રોફ જમાવતા હોવાના કિસ્સા સતત બની રહ્યા છે અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક પોલીસકર્મીઓ કાયદાનું રક્ષણ કરવાને બદલે ભક્ષણ કરી રહ્યા છે જીલ્લાના અનેક નિર્દોષ લોકો પોલીસની દબંગાઈનો ભોગ બની ચુક્યા છે ત્યારે ધંબોલીયાના ગામના એક વ્યક્તિ પોલીસની લુખ્ખાગીરીનો ભોગ બનતા અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલને લેખિત અરજી કરી ત્રણ પોલીસકર્મીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે
ભિલોડા તાલુકાના ધંબોલીયા ગામના કિરીટસિંહ નટવરસિંહ ચૌહાણ ત્રણ દિવસ અગાઉ કામકાજ અર્થે બહાર ગયા બાદ રાજેન્દ્ર નગર ચોકડી પરથી બસમાં બેસી શામળાજી આશ્રમ ચોકડી ઉતરી ભિલોડા તરફ રોડ પર પગપાળા જતા હતા ત્યારે પોલીસજીપ સાથે ધસી આવેલા ત્રણ કર્મચારીઓ ઉતરી તેમને અટકાવી દાદાગીરી કરી લાફો મારી ગાડીમા બેસાડી દીધેલ,જે બાદ તેણે પોલીસ કર્મચારીઓને કહેલ કે મારો શુ વાંક છે ? તેમ કહેતા પોલીસકર્મીઓએ બેફામ ગાળો બોલી ગળું પકડી લઇ જીપમાં લતડાવી ઓળખનો પુરાવો માંગી આધારકાર્ડ અને પાન કાર્ડની માંગણી કરતા કિરીટસિંહ ચૌહાણે ત્રણે પોલીસકર્મીઓને ધંબોલીયા ગામના હોવાનું જણાવતા પોલીસ ની ગાડી માંથી ઉતારી દીધેલ અને કહેલ કે બીજીવાર અહીયા દેખાતો નહિ, આ પોલીસ ની ગાડીમા બે પોલીસ કર્મચારીઓ યુનિફોર્મ મા હોવાના અને તેમજ એક પોલીસ કર્મચારી બ્લેક ટીશર્ટ અને ખાખી પેન્ટ પેહેરેલ,જેઓનુ નામ રાહુલભાઇ ચૌધરી હોવાનો વાયરલ અરજી માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, બાકી ના બે પોલીસકર્મી ઓને તે ઓળખતો ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે,અને તેઓએ જતા જતા ધમકી આપેલ કે હવે પછી અહી દેખાતો નહીં,નહીંતર તને અંદર કરી નાખશુ,આશ્રામ પોલીસ ચોકી ખાતે સીસીટીવી કેમેરા ફીટ કરેલ હોય સીસીટીવી કેમેરા રેકોર્ડીંગ ચેક કરી ત્રણે લુખ્ખાગીરી પર ઉતરેલા ત્રણે પોલીસકર્મીઓ સામે શખ્ત કાર્યવાહી કરવાની માંગ કરી હતી








