
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકના અઘ્યક્ષસ્થાને અમલાઈ ટાંડા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના અમલાઈ ટાડા પ્રાથમિક શાળા ખાતેથી અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકના અધ્યક્ષસ્થાને આંગણવાડી,બાલવાટિકા માં ધોરણ -૧ના બાળકોને શાળામાં પ્રવેશ અપાયો. આ તકે મહાનુભાવોના હસ્તે બાળકોને કીટ આપી ઉત્સાહ સાથે આવકારવામાં આવ્યા હતા.શાળામાં વૃક્ષારોપણ સહિત એસ.એમ.સી કમિટીના સભ્યો સાથે બેઠક પણ યોજાઈ હતી.

આ પ્રસંગે કલેક્ટર દ્વારા સંબોધન કરતા જણાવવામાં આવ્યું હતું,આપણા બધાના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ એ આવશ્યક સાધન છે. તે પુરુષો અને સ્ત્રીઓ બંને માટે સમાનરૂપે જરૂરી છે. સારું શિક્ષણ જીવનમાં ઘણા હેતુઓ પૂરા પાડે છે. શિક્ષણ લોકોના મનને ઉચ્ચ સ્તરે વિકસાવવાનું કામ કરે છે.સામાજિક અને વ્યક્તિગત રીતે સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે અને યોગ્ય શિક્ષણ આપણને જીવનમાં લક્ષ્યો બનાવીને સફળતા તરફ લઈ જાય છે. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શિક્ષકો, ગામના વડીલો તેમજ સમાજના હોદ્દેદારો અને પદાઅધિકારી ઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.








