ARAVALLIMODASA

અરવલ્લી ના માઝૂમ જળાશય યોજનામાં રેડિયલ ગેટના મરામત અને સ્ટ્રેન્થનીંગની કામગીરી હાથ ધરાશે

અહેવાલ

અરવલ્લી : હિતેન્દ્ર પટેલ

અરવલ્લી ના માઝૂમ જળાશય યોજનામાં રેડિયલ ગેટના મરામત અને સ્ટ્રેન્થનીંગની કામગીરી હાથ ધરાશે

અરવલ્લી તેમજ ખેડા જીલ્લાના માઝૂમ નદીના કિનારે આવેલ નીચાણના વિસ્તારોને સાવધાન રહેવા તથા નદીના પટમાં અવર જવર ન કરવા અપીલ

માઝૂમ જળાશય યોજનામાં રેડિયલ ગેટના મરામત અને સ્ટ્રેન્થનીંગની કામગીરી કરવા સારુ સરકારશ્રીમાંથી માઝૂમ ડેમમાંથી નદીમાં પાણી છોડવાની મંજુરી આપવામાં આવેલ છે. જે પરત્વે આવતી કાલે તા.૧૮-૦૪-૨૦૨૩ના સવારથી માઝૂમ ડેમમાંથી ૨૦૦ ક્યુસેક્સ પાણી છોડવામાં આવશે. જે ક્રમશ: વધારીને ૮૦૦ થી ૧૦૦૦ ક્યુસેક્સ સુધી પાણી છોડવામાં આવશે. અંદાજે ૧૦ થી ૧૨ દિવસ સુધી ડેમમાંથી પાણી છોડી જલ સ્તર ક્રેસ્ટ લેવલ સુધી લાવવાનું આયોજન છે. જેથી અરવલ્લી તેમજ ખેડા જીલ્લાના માઝૂમ નદીના કિનારે આવેલ નીચાણના વિસ્તારોને સાવધાન રહેવા તથા નદીના પટમાં અવર જવર ન કરવાની બાબતે જાણ કરવામાં આવે છે.

[wptube id="1252022"]
Back to top button