GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પ્રીમિયર લીગની ક્રિકેટ ફાઇનલ મેચમાં પાવર હીટર ટીમ સામે કેપી સુપર ફાયર ટીમનું રોમાંચક વિજય

તારીખ ૨૯/૦૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

યુવાનોમાં રમત ગમત ક્ષેત્રે જાગૃતિ લાવવા અને યુવાનોને ક્રિકેટ જેવી રમતોમાં આગળ લાવવાના ઉમદા હેતુ સાથે કાલોલ નગરના ગોમા નદીના કિનારે આવેલું આશીક ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કાલોલ પ્રીમિયર લીગ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં બાર જેટલી ક્રિકેટ ટીમો બનાવી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છેલ્લીઘડીએ કેપી સુપર ફાયર અને પાવર હીટર ટીમ આ બન્ને ટીમ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.જેમાં બન્ને ક્રિકેટ ટિમ વચ્ચે ૧૦-૧૦ ઓવરની ક્રિકેટ મેચ યોજાઈ હતી જેમાં પાવર હીટર ટીમે પ્રથમ બેટિંગમાં ઉતરી ૧૦ ઓવરમાં ૧૦૪ રન બનાવ્યા હતા જેના જવાબમાં ૧૦૪ રનનો લક્ષ ભેદવા મેદાનમાં ઉતરેલી કેપી સુપર ફાયર ક્રિકેટ ટીમ છેલ્લી રોમાંચક ઓવરના છેલ્લા બે બોલ બાકી રાખી ૧૦૫ રનનો લક્ષ હાંસલ કરી વિજય મેળવ્યો હતો.મેચ પુરી થયા બાદ કેપી સુપર ફાયર ટીમના વિનર કેપ્ટન ફિરદૌસ મિર્ઝાને ટ્રોફી અને રનર અપ રહેલ પાવર હીટર ટીમના કેપ્ટન લાલા રહેડા ટ્રોફી નૂર ઝેરોક્ષ એન્ડ ઓનલાઇન વર્ક તરફથી આપવામાં આવી હતી જ્યારે બંન્ને ટીમોમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર પ્લેયરો રીજવાન પઠાણ,અતાઉલ વાઘેલા,કલીમશેખ અને વાશીમ મૂવેલ ને ટ્રોફી આપી તેઓનું સન્માન કરી તેઓનો જુસ્સો વધાર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button