
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : બાયડના દખણેશ્વર રોડ પર નદીની કોતરમાં હારજીતની બાજી લગાવી બેઠેલા 7 શકુનિઓને પોલીસે દબોચ્યા, બે જુગારીઓ ફરાર
*બાયડ પોલીસે ઝડપેલ શકુનિઓ અને ફરાર બે જુગારીઓના નામ વાંચો*

અરવલ્લી જીલ્લા SP સંજય ખરાત જીલ્લામાં ચાલતી અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા સતત જીલ્લા પોલીસતંત્રને શખ્ત કાર્યવાહીના આદેશના પગલે જીલ્લા પોલીસતંત્રએ અસામાજિક તત્ત્વો સામે કમર કસી છે બાયડ પોલીસ દખણેશ્વર રોડ પેટ્રોલિંગમાં હતી ત્યારે નજીક માંથી પસાર થતી નદીના કોતરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા તાબડતોડ રેડ કરતા હારજીતની બાજી લગાવી બેઠેલા જુગારીઓમાં દોડધામ મચી હતી બાયડ પોલીસે 85 હજારથી વધુના મુદ્દામાલ સાથે 7 શકુનિઓને ઝડપી લીધા હતા બે જુગારીઓ પોલીસને થાપ આપી ફરાર થઈ જતા બાયડ પોલીસે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
બાયડ PSI એસ.કે.દેસાઈ અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા દખણેશ્વર રોડ પર નદી નજીક ખુલ્લી જગ્યામાં શકુનિઓ હારજીતની બાજી મંદી બેઠા હોવાની બાતમી મળતા બાયડ પોલીસે ટીમ સાથે બાતમી આધારિત સ્થળે રેડ કરતા શકુનિઓમાં દોડધામ મચી હતી બાયડ પોલીસે 7 જુગારીઓને ઝડપી પાડી દાવ પર લગાવેલી અને અંગજડતી દરમિયાન મળી આવેલી રોકડ રકમ રૂ.18340/-, પત્તા, મોબાઈલ નંગ-6 કીં.રૂ.47500/- તથા બાઈક મળી કુલ રૂ.85840/- નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ રેડ જોઈ ફરાર બે જુગારીઓ સહીત 9 શકુનિઓ સામે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
INBOX :- બાયડ પોલીસે ધરપકડ કરેલ 7 અને ફરાર 2 ગેમ્બલર્સના નામ વાંચો
1)કરણ રસીક ઠાકોર (બાયડ-ગાબટ-રોડ,પાણીના ટાંકા પાસે બાયડ)
2)આકાશ મંગળ વણકર (વણકર વાસ તુલસીકૂંજ સોસાયટી, બાયડ)
3)અર્જુન રમણ મારવાડી (ધડૂસ્યામઠ સામે,બાયડ)
4)ફરહાનઅલી અલ્તાફઅલી સૈયદ (કસ્બા સૈયદ ફળી, બાયડ)
5)સન્ની જયેશ સોની (બજારવાળી ફળી, ચોઈલા, બાયડ)
6)ખોડા બાબુ રાઠોડ (મલાણીયા-બાયડ)
7) રિતિક પ્રવીણ વાઘેલા (ભુખેલ રોડ,બાયડ)
8)સન્ની સંજય સોલંકી (વાલ્મિકી વાસ,બાયડ)
9)રાજા ઈશ્વર ઠાકોર (મલાણીયા-બાયડ) (બંને ફરાર આરોપી)








