ARAVALLIMODASA

અરવલ્લી : મોડાસાના ઓર્થોપેડિક તબીબને દુબઈમાં પ્રેક્ટિસનું લાઇસન્સ લેવા જતા 29.81 લાખ રૂપિયા સાયબર ગઠિયાએ ખંખેર્યા

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસાના ઓર્થોપેડિક તબીબને દુબઈમાં પ્રેક્ટિસનું લાઇસન્સ લેવા જતા 29.81 લાખ રૂપિયા સાયબર ગઠિયાએ ખંખેર્યા

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરની સાર્વજનિક હોસ્પિટલમાં ઓર્થોપેડિક તબીબ તરીકે ફરજ બજાવતા પ્રિતમ મહેશ્વરીને ગલ્ફ કન્ટ્રીમાં મેડિકલ પ્રેક્ટિસ માટે લાઈસન્સની જરૂર હોવાથી ફેસબુક પર સર્ચ કરતા સાયબર ગઠિયો ભટકાઈ ગયો હતો ગલ્ફ કન્ટ્રીમાં તબીબ લાઇસન્સ માટે અલગ-અલગ ફીના નામે ધીરેધીરે 29.81 લાખ તેના બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ખંખેરી લીધા પછી તબીબને તેમનું બાયોમેટ્રિક પોલીસના હાથમાં આવી જતા કાયદાકીય ડર બતાવી 2 કરોડ દિરહામની માંગ કરતા તબીબ ચોકી ઉઠ્યો હતો તબીબે સાયબર ગાઠિયાને આપેલ પેમેન્ટ પરત માંગતા વધુ 5 હજાર દિરહામની માંગ કરી 29.81 રૂપિયા પરત નહીં આપતા ઓર્થોપેડિક તબીબ સાયબર ગઠિયાની જાળમાં આબાદ ફસાતા સાયબર ક્રાઇમની મદદ લીધી હતી ટાઉન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધવતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે

મોડાસાની આરાધના સોસાયટીમાં રહેતા અને સાર્વજનિક હોસ્પિટલમાં ઓર્થોપેડિક તબીબ તરીકે ફરજ બજાવતા પ્રીતમ ભરતભાઈ મહેશ્વરીને યુએઈમાં તબીબ પ્રેક્ટિસ માટે જવું હોવાથી લાયસન્સની જરૂર હોવાથી ફેસબુક પીઆર સર્ચ કરતા GUARANTEED PROMETRIC EXAM SOLUTIONS લખેલ એકાઉન્ટ મળી આવતા એકાઉન્ટ પર લખેલ નંબર પર વોટસએપ કરતા સામે થી હું આપને શું મદદ કરી શકુંનો મેસેજ કરી મેસેજ કરનાર સાયબર ગઠિયાએ ડો.અહેમદ તારિક તરીકે ઓળખાણ આપી હતી અને બંને વચ્ચે દુબઈમાં અને અબુધાબી માં પ્રેક્ટિસ લાઇસન્સ મેળવી આપવાની બાહેંધરી આપી તબીબને વાત ચિતમાં ભરાવી વિશ્વાસ કેળવી વિવિધ ફીના નામે લખનૌની સાઉથ ઇન્ડિયા બેંકના એકાઉન્ટમાં ઓનલાઈન રૂપિયા ડિપોઝિટ કરાવવાનું જણાવતા તબીબે તેમના અને પરિવારજનોના એકાઉન્ટ માંથી ધીરેધીરે 29.81 રૂપિયા ખંખેરી લીધા હતા ત્યાર બાદ તબીબને લાઇસન્સ નહીં મળતાં તબીબે ડો.અહેમદ તારિક તરીકે ઓળખ આપનાર શખ્સ પાસે પૈસા પરત માંગતા કાયદાકીય ડર બતાવી તેમજ પરત પૈસા મેળવવા વધુ રૂપિયાની માંગ કરતા તબીબ સાયબર ક્રાઇમનો ભોગ બન્યાનો અહેસાસ થતાં સાયબર ક્રાઇમ ટીમનો સંપર્ક કરતા સાયબર ક્રાઇમ ટીમે તબીબને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવાનું જણાવતા તબીબે ડો.અહેમદ તારિક નામધારી શખ્સ સામે ફરિયાદ નોધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button