
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં ‘પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન’ અંતર્ગત કામગીરી

ગુજરાતે આવતીકાલની પેઢીની ચિંતા કરી છે અને સ્વસ્થ બાળક, મસ્ત બાળકના ધ્યેય સાથે સુરક્ષિત માતૃત્વ સાથે સુરક્ષિત બાળકની સ્વાસ્થ્ય સુખાકારી
માતાના ગર્ભથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી લોકોને આરોગ્ય વિષયક સુવિધાઓ મળી રહે તે માટે અનેકવિધ યોજનાઓનો અસરકારક અમલ
ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં પણ સરકારી દવાખાના, આંગણવાડીઓમાં માતા અને બાળકોના પોષણ માટે, તેમના સ્વાસ્થ્ય સંદર્ભે અનેક યોજનાઓનું સફળ અમલીકરણ
આરોગ્યલક્ષી સેવાઓનું વ્યાપ વધારીને 108,ખિલખિલાટ,અભયમ હેલ્પલાઇન 181,રાઉન્ડ ધ ક્લોક કાર્યરત
અરવલ્લી જીલ્લાના તમામ તાલુકાઓના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ખાતે “પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન” અંતર્ગત સગર્ભાઓની તપાસણી કરવામાં આવી.મેલેરિયા એક્ટિવિટી, અને હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી.આ અભિયાન હેઠળ અરવલ્લી જિલ્લાના તાલુકાઓમાં આસપાસના ગામોમાં સગર્ભા માતાઓની તપાસણી-સારવાર કરી તેમને જરૂરી સલાહ આપવામાં આવી.આરોગ્ય કાર્યકરોની ટીમ દ્વારા દરેક સગર્ભા બહેનોની તપાસ-સલાહ-સારવાર અને જોખમી સગર્ભા માતાને રીફર કરવાની સલાહ અપાઈ. આ ઉપરાંત સગર્ભા બહેનોને દવા તેમજ પ્રોટીન પાવડરનું વિતરણ કરવામાં આવ્યું.
સરકારે ગર્ભવતી મહિલાઓ તેમજ નવજાત શિશુઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. સગર્ભા અને ધાત્રી માતાઓ તથા તેમના નવજાત શિશુઓના આરોગ્ય અને પોષણની સ્થિતિમાં સુધાર લાવવા માતા અને શિશુ માટે યોજનાઓનો સફળ અમલ થઈ રહ્યો છે. ગરીબી રેખા હેઠળના કુટુંબની સગર્ભા બહેનોને અનેક યોજનાઓ થકી સ્ત્રીરોગ તેમજ પ્રસુતિ જેવી સુવિધાઓ વિનામૂલ્ય ઉપલબ્ધ કરવામાં આવે છે. સરકારી દવાખાનામાં પ્રસૃતિ થયેલી માતા અને બાળકને વિનામૂલ્ય સલામત ઘરે પહોંચાડતી ખીલખીલાટ વાહનોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.








