
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : પાણીબાર થી નારણપુર જતા રસ્તા પર ગળાનારામાં ગાબડું પડ્યાં ના ત્રણ મહિના થયાં છતાં નથી થતું રીપેરીંગ કામ
અરવલ્લી જિલ્લામાં જોવામાં આવેતો સૌથી વધુ રસ્તાઓના કામો માં વેઠ જોવા મળે છે એટલું પણ ઓછું પડતું હોય તેવી રીતે હવે મેન્ટેનસ માં પણ વેઠો ઉતારવામાં આવી રહી છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે માત્ર કામો કરી ખોટા બીલો તો નહિ ઉધારતા હશે..?

વાત છે મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર એવા પાણીબાર નારણપુર વાયા શામળાજી જતા રસ્તા ની જે રસ્તો પણ ખંડેર છે છતાં રીપેરીંગ કામ થતું નથી બીજી તરફ એ રસ્તા પર છેલ્લા ત્રણ મહિથી એક બાજુ રસ્તાના ઉપરના ભાગમાં ગળાનારા પર ગાબડું પડ્યું છે આ રસ્તા પરથી ઘણા ખરા સાધનો પસાર થાય છે અને શામળાજી જવાનો મુખ્ય માર્ગ ગણવામાં આવે છે છતાં આ ગળનારા ઉપર પડેલ ગાબડુ કોઈને દેખાતું નથી જેના કારણે સ્થાનિકો દ્વારા ગાબડુ દેખાય તે માટે લાકડી પર કપડું બાંધી એ જગ્યા પર ઉભું કર્યું છે અને સાધનો એક બાજુથી લઇ જવા પડે છે ત્યારે આ બાબતે મેઘરજ માર્ગ અને મકાન વિભાગ માત્ર ઊગતું હોય એ રીતે જાણે કે આંખો પર અંધાપો હોય એવી રીતે કશું દેખાતું નથી ત્યારે મેઘરજ માર્ગ અને મકાન વિભાગ જાગે અને મોટો અકસ્માત થાય એ પહેલા ગળાનારા નું રીપેરીંગ કામ ઝડપથી થાય તેવી માંગ સેવાઈ રહી છે








