ARAVALLIMODASA

3 જુન વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે અરવલ્લી જીલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, હેલ્થ અને વેલનેસ સેન્ટરો ખાતે “સાયકલ રેલી” યોજાઇ.

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

3 જુન વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે અરવલ્લી જીલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, હેલ્થ અને વેલનેસ સેન્ટરો ખાતે “સાયકલ રેલી” યોજાઇ

અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય શાખા અરવલ્લીના માર્ગદર્શન માં “વિશ્વ સાયકલ દિવસ” નિમિત્તે અરવલ્લી જીલ્લામાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, હેલ્થ અને વેલનેસ સેન્ટરો ખાતે ઇકો ફ્રેન્ડલી વાહન વ્યવહાર દ્વારા શારીરિક અને માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ જેમાં આરોગ્યનો સ્ટાફ તેમજ ગામ લોકો જોડાયા હતા. “વિશ્વ સાયકલ રેલી” યોજી સાઇકલ ચલાવવાથી થતાં ફાયદા અને બેઠાડું જીવનમાં વધતું રોગોનું પ્રમાણ વિશે જન જાગૃતી કેળવાય અને સ્વ-અનુભવ કરી શારીરીક સ્ફૃર્તિનો અનુભવ હેતુસર આ રેલીનું આયોજન કરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલ છે.

[wptube id="1252022"]
Back to top button