રાજ્યની પોલીસ ટ્રાફિકના નિયમન માટે રોડ પર ઉતરી : ઓવરસ્પીડમાં હિટ એન્ડ રનની ઘટના સર્જનાર કાર ચાલક સામે મોડાસા રૂરલ પોલીસે કોઈ દંડાત્મક કાર્યવાહી કેમ ન કરી..??

અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
રાજ્યની પોલીસ ટ્રાફિકના નિયમન માટે રોડ પર ઉતરી : ઓવરસ્પીડમાં હિટ એન્ડ રનની ઘટના સર્જનાર કાર ચાલક સામે મોડાસા રૂરલ પોલીસે કોઈ દંડાત્મક કાર્યવાહી કેમ ન કરી..??

હાલ ગુજરાત રાજ્યમાં અકસ્માત ની ઘટનાને સરકાર ખૂબ જ ગંભીરતા થી લઇ રહી છે,પણ કેટલાક કિસ્સામાં સમાધાન થાય છે,અને આજ વ્યક્તિ ફરીથી અકસ્માત સર્જે તો પોલીસ ફરીથી પોતાની ભૂલ છૂપાવવા ગુનો નોંધતી હોય છે,આવી જ ઘટના અરવલ્લી જિલ્લા માં સામે આવી છે,ગત મંગળવાર ની રાત્રીના 9 વાગ્યા ના અરસામાં,મોડાસાના સાકરિયા નજીક કાર ચાલક નબીરાએ બાઈક સવાર દંપત્તિ ને હવામાં ફંગોળ્યા હતા,જેમાં પુરુષને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તો,મહિલાને શરીરના ભાગે ઈજાઓ થતાં ઘટના સ્થળે થી સ્થાનિકો એ 108 ની મદદથી મોડાસાની સાર્વજનિક હૉસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા,જેઓ આજે પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય,આ સમગ્ર ઘટના બાદ સમાધાન થયું હોવાનું પોલીસ જણાવી રહી છે ત્યાર ભોગ બનનાર વ્યક્તિએ જણાવ્યું કે પોલીસ હોસ્પિટલમાં આવી હતી અને સમાધાન માટે જણાવ્યું હતું અને ભોગ બનનારે એમ પણ જણાવ્યું હતું કે પોલિસે કહ્યું કે કેસ કરશો તો ખર્ચો નહીં મળે અને ખર્ચો લેવો હોય તો કેસ ન કરો આ પ્રકારના વલણથી પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે અમદાવાદમાં તથ્ય પટેલે કારએ પૂર ઝડપે હંકારતા અકસ્માતમાં 9 લોકોની જિંદગી બુઝાવી નાખી હતી ત્યાર બાદ તથ્ય પટેલે અત્યાર સુધીમાં જેટલા એક્સિડન્ટ સર્જ્યા બાદ સમાધાન કર્યા હતા, તે તમામ ઘટનાઓ પર ફરિયાદો દાખલ થઈ રહી છે,મોડાસા ના સાકરિયા નજીક બનેલી ઘટનામાં પણ કાર ચાલકો મોટા ગજાના હોવાની ચર્ચાઓ ચાલતા,ભોગ બનનાર શ્રમિકને દબાવવાનો પ્રયાસ કરીને ફરિયાદ ને બદલે સમાધાન કર્યું હોવાનું હવે ભોગ બનનારના નિવેદન બાદ સ્પષ્ટ થાય છે,અહીં પોલીસ ભોગ બનનારને ન્યાય નહીં પણ અકસ્માત સર્જનાર ને છાવરતી હોવાનું પણ ફલિત થાય છે.








