
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા : મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉન માલિક દેવકીનંદન અને મહાદેવ મહેશ્વરી પોલીસ પકડથી દૂર,ઘટના ના ચાર દિવસ વીતવા છતાં આરોપીઓ ભૂગર્ભમાં
*ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગ 16 કલાકની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડ ટીમે કાબુ મેળવવામાં સફળ થયું હતું,*
*મહેશ્વરી ક્રેકર્સના માલિક દેવકીનંદન અને મહાદેવ ભૂગર્ભમાં ઉતરી ગયા*

મોડાસા-હિંમતનગર રોડ પર લાલપુર કંપા નજીક આવેલ મહેશ્વરી ક્રેકર્સ નામના ગોડાઉનમાં ચાર દિવસ પહેલા ફટાકડાનું ટેસ્ટીંગ દરમિયાન એક બાદ એક ભયાનક વિસ્ફોટ થતા ગોડાઉનમાં સેન્ટીંગનું કામ કરી રહેલા 4 શ્રમિકો આગમાં ભડથું થઇ જતા ભારે ચકચાર મચી છે આ મામલે ગોડાઉન માલિક દેવકીનંદન અને મહાદેવ મહેશ્વરી બંધુ સામે બેદરકારીથી મૃત્યુ નિપજાવવા સહીતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે બંને આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી જતા પોલીસે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા પણ ચોકાવનારી વાત એ છે કે ઘટનાના ચાર દિવસ વીતવા આવ્યા છતાં હજુ ફટાકડા ના ગોડાઉનના માલિક જેમના નામે ફરિયાદ નોંધાઈ છે છતાં હજુ પોલિસ પકડ થી દૂર છે ત્યારે પોલીસ સામે હાલ ચર્ચાનો વિષય બન્યો છે ગોડાઉનમાં કામકાજ કરતા અન્ય શ્રમિકો ભાગી છૂટતા ગોડાઉનમાં અન્ય કોઈ મોત થયું હોય તે સામે આવ્યું નથી
પ્રાપ્ત માહિતી અનુસાર લાલપુર કંપા નજીક આવેલી મહેશ્વરી ક્રેકર્સ નામના ગોડાઉનમાં બપોરના સુમારે ગોડાઉન માલિક દેવકીનંદન મહેશ્વરી અન્ય એક વ્યક્તિ સાથે મળી ગોડાઉનમાં ફટાકડા ટેસ્ટિંગ કરી રહ્યો હતો ત્યારે અચાનક બ્લાસ્ટ થયા પછી ગોડાઉનમાં રહેલા ફટાકડા વિસ્ફોટક રૂપ ધારણ કરતા ગણતરીના સેકંડમાં ગોડાઉન ભીષણ આગમાં લપેટાતા ગોડાઉન બાજુમાં આવેલ ધાબા પર કન્સ્ટ્રકશનનું કામ કરતા 4 પર પ્રાંતીય મજુર આગમાં સ્વાહા થઇ ગયા હતા સચીન નામનો શ્રમિક નીચે હોવાથી આબાદ બચાવ થયો હતો અને ભીષણ આગમાંથી બહાર નીકળી ગયો હતો આગને કાબુમાં લેવા ફાયર બ્રિગેડે મેજર કોલ આપ્યો હતો અને 16 કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ગોડાઉનની આજુબાજુ આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો
મહેશ્વરી ક્રેકર્સના ગોડાઉનમાં કામ કરતા ચાર શ્રમિકો જીવતા ભૂંજાઈ જતા સચિન ખેમરાજભાઈ કોટેડ (રહે,બાસિયા, ડુંગરપુર-રાજ) ની ફરિયાદના આધારે મોડાસા ટાઉન પોલીસે દેવકીનંદન મહેશ્વરી અને મહાદેવ મહેશ્વરી (બંને,રહે-મોડાસા) સામે આઈ.પી.સી કલમ-304,284, 286 અને 114 મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પરંતુ હજુ સુધી આરોપીઓ પોલીસ ની પકડમાં આવ્યા નથી
પ્રાપ્ત માહિતી અનુસાર,મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉનના માલિક દેવકીનંદન ગોડાઉનમાં ભયાનક વિસ્ફોટ થતા બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો ગોડાઉનમાં કામ કરતા 4 પરપ્રાંતીય શ્રમિકો આગમાં ભડથું થયા હોવાની જાણ થતા ગોડાઉનના વહીવટદાર અને તેના મોટા ભાઈ મહાદેવ મહેશ્વરી સાથે મોડાસા છોડી રાજસ્થાનમાં છુપાયો હોવાની હાલ તો લોક ચર્ચાઓ ચાલી રહી છે








