ARAVALLIMEGHRAJ

મેઘરજના ઉન્ડવા ગામે દર ચાર દિવસે એક વાર ફક્ત દસ મિનિટ પીવાનું પાણી અપાય છે,ઉનાળાની શરૂઆતમાં પાણી માટે વલખા 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજના ઉન્ડવા ગામે દર ચાર દિવસે એક વાર ફક્ત દસ મિનિટ પીવાનું પાણી અપાય છે,ઉનાળાની શરૂઆતમાં પાણી માટે વલખા

મેઘરજ તાલુકા ના પૂર્વપટ્ટી અને રાજસ્થાન ની સરહદે આવેલ ઉન્ડવા ગામે દર ચાર દિવસે એક વાર ફક્ત દસ મિનિટ પીવાનું પાણી અપાય છે માણસો ને પાણી મળતું નથી તો મૂંઘા પ્રાણીઓ ને તરસે મારવાનો વારો, ગ્રામજનો ની પાણી ન મળે તો ચૂંટણી બહિષ્કાર ની ચીમકી

મેઘરજ તાલુકા ના અંતરિયાળ રાજસ્થાન ની સરહદે આવેલ ઉન્ડવા ગામ 150 ઘર ની વસ્તી ધરાવે છે મોટા ભાગ ના રહીશો મુખ્યત્વે ખેતી અને પશુપાલન ના વ્યવસાય સાથે જોડાયેલ છે આ બંને વ્યવસાય માટે પાણી મુખ્ય સ્ત્રોત છે છેલ્લા કેટલાક વર્ષો થી આ વિસ્તર માં પાણી મુખ્ય સમસ્યા થઈ પડી છે પાણી માટે વહેલી સવારથી આખો દિવસ દર દર મહિલાઓ ને ભટકવું પડે છે ગામ ના બે ત્રણ શ્રેષ્ઠીઓ કે જેમના બોર માં કે કુવે પાણી હોય એમના ત્યાંથી પીવા નું પાણી ભરે છે આતો વાત થઈ માણસો ની પણ જે બે ટાઈમ દૂધ આપે છે અને પશુપાલકો ની આજીવિકા નિભાવે છે એવા નિર્દોષ પશુઓ ને પીવા નું પાણી ક્યાંથી લાવવું,પશુઓ માટે ઘાસચારો કરવા માટે પણ પાણી ની જરૂરિયાત હોય છે આ વર્ષે વરસાદ પણ ઓછો પડ્યો છે એટલે ગામ ના તળાવ પણ ભરાયા નથી અને સરકાર ની તળાવો ભરવાની જે યોજના છે આ યોજના ના લાભ માટે ઉન્ડવા ગામ ની બાદબાકી થઈ છે બાજુ ના 8 કિમિ દૂર ના ગામ સુધી પાઇપલાઇન દ્વારા તળાવો ભરાયા છે પણ આ ગામ માં પાણી ની સુવિધા પહોંચી નથી જેના કારણે ગામ ની મહિલાઓ ધોમ ધખતા તડકામાં પાણી માટે ઘેર ઘેર ખેતરે ખેતરે ભટકવું પડે છે ગામ ના હેન્ડપમ્પ પણ નિષ્ક્રિય સ્થિતિ માં છે પશુઓ માટે બળદ ગાડા માં કેરબો મૂકી ને પાણી લેવા જવું પડે છે ,ગ્રામજનો એ અનેક વખત તંત્ર માં પાણી બાબતે તંત્ર માં રજુઆત કરી છે પણ તંત્ર ના પેટનું જાણે પાણી નથી હાલતું થોડા દિવસો માં લોકસભા ની ચૂંટણી છે ત્યારે જો પાણી સમસ્યા નહીં ઉકેલાય તો ગ્રામજનો ચૂંટણી નો બહિષ્કાર કરશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button