મેઘરજ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અરવલ્લી જિલ્લાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ મેઘરજ તાલુકાના શ્રી રામદેવ આશ્રમ સ્થળે યોજવાવામાં આવ્યો

અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અરવલ્લી જિલ્લાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ મેઘરજ તાલુકાના શ્રી રામદેવ આશ્રમ સ્થળે યોજવાવામાં આવ્યો

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંતર્ગત રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તારીખ 14 મી જાન્યુઆરી 2023 ઉતરાયણના દિવસે સવારના 7 થી 9 કલાક દરમિયાન ગુજરાતના 75 વિશેષ સ્થળોએ 51 સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન થયું.
તેમાં અરવલ્લી જિલ્લાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ મેઘરજ તાલુકાના શ્રી રામદેવ આશ્રમ સ્થળે યોજવામાં આવ્યો, તેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન અનુસાર જિલ્લાના યોગ કો-ઓર્ડીનેટર શ્રી પાયલબેન વાળંદ દ્વારા જિલ્લાના રમત ગમત અધિકારીશ્રી માનનીય પ્રકાશભાઈ કલાસ્વા સાહેબની દેખરેખ હેઠળ સંપુર્ણ આયોજન થયું. શ્રી રામદેવ આશ્રમ મેઘરજના પ્રમુખ પૂજ્ય. દિપકબાપુ દ્વારા આ કાર્યક્રમ માટે નિઃશુલ્ક જગ્યા આપી સંપુર્ણ સહયોગ રહયો હતો.કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને પૂજ્ય જેઠા કાકા પ્રમુખશ્રી ખાદી ગ્રામ વિકાસ સંસ્થા મેઘરજ, તથા મુખ્ય મહેમાનો તરીકે શ્રી કનુભાઈ ડી. તરાળ સંચાલક શ્રી હરિઓમ વિદ્યાલય મેઘરજ, શ્રી ઘનશ્યામભાઈ ઉપાધ્યાય યોગાચાર્ય, તથા જિલ્લાના રમતગમત અધિકારી શ્રી પ્રકાશભાઈ કલાસવા, ઉપરાંત જિલ્લા ના તમામ યોગકોચ મિત્રો જેમ કે શ્રી જયેન્દ્રભાઈ મકવાણા, શ્રી રાજેશભાઈ પટેલ, શ્રી વસંતભાઈ પટેલ, શ્રી રમેશ શ્રી મકવાણા, શ્રી સુનિલભાઈ વાળંદ, વગેરે શ્રીઓએ આવેલ તમામ જાહેર જનતા સાથે સૂર્ય નમસ્કાર કરાવી સૂર્યનારાયણ દેવને અર્પણ કરાયા સાથે ઉપસ્થિત મહેમાનોએ આ સુંદર કાર્યક્રમ બદલ ગુજરાત રાજ્ય યુગ બોર્ડ નો આભાર માન્યો અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડની કામગીરી ને બિરદાવી અને યોગકોચ અને યોગ ટ્રેનર્સ નો ઉત્સાહ વધાર્યો હતો, આમ અરવલ્લી જિલ્લાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ ખૂબ સારો અને ઉર્જાથી ભરપૂર રહ્યો.








