
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
શણગાલ ખાતે માસ રૂરલ હાઉસિંગ એન્ડ મોર્ગેજ ફાઇનાન્સ લિમિટેડ અમદાવાદ શાખા તરફથી શાળામાં સ્કૂલ બેગનું વિતરણ કરાયું

માસ રૂરલ હાઉસિંગ એન્ડ મોર્ગેજ ફાઇનાન્સ લિમિટેડ અમદાવાદ શાખા તરફથી આજરોજ શનગાલ પ્રાથમિક શાળામાં સ્કૂલ બેગ નું વિતરણ કરવામાં આવ્યું તેમાં શાળાના શિક્ષકો, વાલીઓ ગામ ના સરપંચ, એસેમસી અધ્યક્ષ તથા કંપનીના કર્મચારીઓ એ હાજરી આપી એક સરાહનીય કામગીરી કરવામાં આવી જેમાં કંપનીના ASM સોમાભાઈ પરમાર, BMCO દિપક માયાવંશી તથા ટિંટોઈ શાખાના કર્મચારીઓએ હાજરી આપી હતી. કંપની દ્વારા મકાન માટેની લોન જેવી કે મકાન બનાવવા, સુધારા વધારા કરવા માટે તેમજ મકાન દુકાન ખરીદવા માટેની લોનનું કામકાજ ઇડર, હિંમતનગર, બાયડ, ધનસુરા, સાઠંબા, ટિંટોઈ, કપડવંજ, બાલાસિનોર વગેરે કુલ 15 શાખાઓ તથા તાલુકા લેવલે દરેક જગ્યાએ કંપની દ્વારા આ પ્રકારનું કામકાજ કરવામાં આવે છે.








