ARAVALLIMALPUR

માલપુરના મંગલપુર ગામે વરસાદ વરસે અને ખેતી અને પશુધન તરસે ના રહે તે માટે પ્રાર્થના કરાઈ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

માલપુરના મંગલપુર ગામે વરસાદ વરસે અને ખેતી અને પશુધન તરસે ના રહે તે માટે પ્રાર્થના કરાઈ

માલપુર ના મંગલપુર ગામે સર્વજન કલ્યાણ અર્થે ગાયત્રિદેવી શુકલા ના સ્વમુખે ભાગવત જ્ઞાન યજ્ઞ માં કૃષ્ણ જન્મ સાથે વરસાદ વરસે અને ખેતી અને પશુધન તરસે ના રહે તે માટે પ્રાર્થના કરાઈ

છેલ્લા કેટલાક સમય થી વરસાદે હાથ તાળી આપી છે ત્યારે વરસાદ ને રીઝવવા માટે અનેક ધાર્મિક પૂજન અર્ચન કારવામા આવે છે ત્યારે આજે મંગલપુર ગામે ભાગવત સપ્તાહ માં વ્યાસપીઠ થી વરસાદ સારો આવે એ માટે પ્રાર્થના કરાઈ

માલપુર ના મંગલપુર ગામે પવિત્ર શ્રાવણ માસ ના સમાપન ને હવે ગણતરી ના જ દિવસો બાકી છે ત્યારે ગામ માં પિતૃમોક્ષ માટે તેમજ છેલ્લા ઘણા દિવસો થી રિસાઈ ગયેલા વરસાદ ને રીઝવવા માટે ,ઇન્દ્રદેવ ને પ્રસન્ન કરવા માટે ભાગવત સપ્તાહ નું આયોજન કરાયું છે જેમાં વ્યાસપીઠ થી પૂ ગાયત્રી દેવી શુકલા ( રૂપાલ વાળા હાલ આજોલ આશ્રમ ) ના સ્વમુખે કથા નું રસપાન કરાવવા માં આવે છે

આજે કથા ના પાંચમા દિવસે ભગવાન શ્રીકૃષ્ણ જન્મ નો મનોરથ ઉજવવામાં આવ્યો અને વ્યાસપીઠ ઉપર થી કથાકાર પૂ ગાયત્રી દેવી શુકલા દ્વારા વરસાદ ને મનાવવા માટે ઇન્દ્રદેવ ને પ્રસન્ન કરવા માટે પ્રાર્થના કરાઇ હતી ભગવાન કૃષ્ણ ના બાળ સ્વરૂપ ને ટોપલા માં લાવી નંદબાવા એ લાલા ને પારણે જુલાવ્યાં હતા આમ અરવલ્લી જિલ્લા માં હાલ ફક્ત 60 ટકા જેટલો જ વરસાદ થયો છે ત્યારે ખેતીવાડી ને જીવતદાન મળે નદી નાળા,કુવા,તળાવ છલકાઈ જાય અને પશુધન પણ તરસે ના મરે તે માટે પ્રાર્થના કરાઈ છે આ ભાગવત સપ્તાહ માં મુખ્ય યજમાન તરીકે સ્વ ગોપાલસિંહ રાઠોડ ના પુત્રો કિરપાલસિંહ રાઠોડ અને જ્યેન્દ્ર સિંહ રાઠોડ રહ્યા હતા આમ વરસાદ ને રીઝવવા અને પિતૃમોકસ માટે મંગલપુર માં સુંદર ધાર્મિક કથા નું આયોજન કરાયું છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button