ARAVALLIMODASA

મહેશ્વરી ક્રેકર્સ વિસ્ફોટ : ફરાર દેવકીનંદન મહેશ્વરીને LCBએ ઘર નજીકથી દબોચ્યો,દેવકીનંદન મહાદેવના આગોતરા જામીન ના મજુર થતા સરન્ડર..!!

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મહેશ્વરી ક્રેકર્સ વિસ્ફોટ : ફરાર દેવકીનંદન મહેશ્વરીને LCBએ ઘર નજીકથી દબોચ્યો,દેવકીનંદન મહાદેવના આગોતરા જામીન ના મજુર થતા સરન્ડર..!!

*છેલ્લા 13 દિવસથી પોલીસને હંફાવતો દેવકીનદંન મહેશ્વરી મોડાસા તેના ઘર નજીકથી LCB પોલીસે ઝડપી લીધો,LCBએ રિમાન્ડ મેળવવા તજવીજ હાથધરી*

*મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉન વિસ્ફોટમાં માનવવધના ગુન્હામાં મહાદેવ મહેશ્વરી ના આગોતરા જામીન સેશન્સ કોર્ટે ના મંજુર કરતા દેવકીનંદન સરેન્ડર થવા મજબુર બન્યો હોવાની ચર્ચા*

મોડાસા-હિંમતનગર રોડ પર લાલપુર કંપા નજીક આવેલ મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉનમાં ભયંકર વિસ્ફોટ બાદ લાગેલી ભીષણ આગમાં ચાર શ્રમિકો જીવતા ભૂંજાઈ જતા ભારે ચકચાર મચી હતી જેમાં મહાદેવ અને દેવકીનંદન મહેશ્વરી સામે સાપરાધ મનુષ્ય વધનો ગુન્હો નોંધાતા બંને આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી જતા પોલીસની જુદી-જુદી ટીમો બંને આરોપી બંધુને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જો કે પોલીસ પકડ થી બંને આરોપીઓ દૂર રહેતા જીલ્લા પોલીસવડા સંજય ખરાતે કેસની તપાસ LCB પોલીસને સુપ્રત કરતા એલસીબી પોલીસે બાતમીના આધારે દેવકીનંદન મહેશ્વરીને તેના ઘર નજીકથી દબોચી લીધો હતો

મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉન વિસ્ફોટ અગ્ની કાંડ કેસની તપાસ એલસીબી પોલીસને સુપ્રત કરતા એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે મહાદેવ મહેશ્વરી અને દેવકીનંદન મહેશ્વરીને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ત્યારે દેવકીનંદન મહેશ્વરી તેના મોડાસા પવનસીટી રોડ પર આવેલ વ્રજ વિહાર સોસાયટીના ઘરે આવવાનો હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી દેવકીનંદન તુલજારામ મહેશ્વરીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી દેવકીનદંન મહેશ્વરીએ પોલીસ સમક્ષ સરન્ડર કર્યું હોવાનું ચર્ચાએ જોર પકડ્યું છે

મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉન વિસ્ફોટ પછી લાગેલી ભીષણ આગમાં ચાર શ્રમિકો આગમાં ભડથું થતા મહાદેવ અને દેવકીનંદન મહેશ્વરી સામે માનવ વધ અને એક્પ્લોઝીવ એક્ટ હેઠળ ગુન્હો નોંધાતા બંને માલેતુજાર આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા પોલીસ ધરપકડથી બચવા મહાદેવ મહેશ્વરીએ આગોતરા જામીન અરજી મેળવવા સેશન્સ કોર્ટમાં અરજી કરતા સમગ્ર કેસની તપાસ કરતી એલસીબી પોલીસે એફિડેવિટ કરી આરોપીના જામીન ના મંજુર કરવા રજુઆત કરતા કોર્ટે મહાદેવ મહેશ્વરીના જામીન ના મજુર કર્યા હતા મહાદેવ મહેશ્વરીના જામીન ના મજુર થતા આખરે દેવકીનંદન મહેશ્વરી પોલીસ સામે સરન્ડર લીધું હોય તેમ છેલ્લા તેર દિવસથી પોલીસ પકડથી દૂર રહેલો આરોપી ઘર નજીકથી મળી આવ્યો હતો

[wptube id="1252022"]
Back to top button