ચોરીના ગુનાઓને શોધવામાં વેજલપુર પોલીસને મળી સફળતા:ચોરીના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી ત્રણ ગુન્હાઓના ભેદ ઉકેલ્યા

તારીખ ૨૩/૧૧/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ નાઓએ અત્રેના જીલ્લામાં ચોરી કરતાં ઈસમો તથા તરફથી મિલ્કત સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા તથા બનેલા વણશોધાયેલા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેકટ કરવા સારૂ જરૂરી સુચનાઓ આપેલ હોય જે આધારે કાલોલ તાલુકાના વેજલપુર પોલિસ સ્ટેશનના સિનિયર પીએસઆઇ એસ.એલ.કામોળને એક ઈસમ હિરો કંપનીની તા.૨૧/૧૧/૨૦૨૩ ના રોજ સ્પ્લેન્ડર મોટર સાયકલ લઈને સહયોગ હોટલ બાજુ શંકાસ્પદ હાલતમાં આંટા ફેરા મારે છે તેવી ચોક્કસ બાતમી મળી હતી ત્યાર બાદ વેજલપુર પોલીસ સ્ટાફના માણસને સ્થળ ઉપર મોકલી તપાસ કરાવતા બાતમી વાળો ઈસમ મળી આવ્યો હતો તેની પુછપરછ કરતા તેનુ નામ રીઝવાન ઈબ્રાહીમ સબુરીયા ઉ.વ.૨૫ રહે.સાતપુલ રોડ ગેની પ્લોટ ગોધરા નો હોવાનુ જણાવેલ જે ઈસમ અગાઉ પણ ચોરીઓના ગુન્હાઓમાં પકડાયેલ હોય તેની પાસેની મોટર સાયકલના કાગળો તેમજ માલીક બાબતે પુછ પરછ કરતા ગલ્લા તલ્લા કરતા મો.સા. નંબર જીજે-૧૭-બી.સી-૫૮૧૭ નો ઈ-ગુજકોપ તેમજ પોકેટ કોપમાં સર્ચ કરતા માલીક તરીકે શાંતીભાઈ સોમાભાઈ રાઠોડ રહે.કંજરી ચન્દ્રાપુરા તા.હાલોલ જી.પંચમહાલની માલીકીની હોવાનુ જણાય આવ્યું હતું અને સદર મો.સા હાલોલ બસ સ્ટેન્ડ સામેથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું તેની અંગઝડતી કરતા તેના ખિસ્સામાંથી (૧) વન પ્લસ કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન (ર) રેડમી કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન મળી આવેલ જે પૈકી પ્રથમ મોબાઈલ કાલોલ તાલુકાના નાંદરખા ગામેથી ઘરમાંથી તેમજ બીજો મોબાઈલ કાલોલ બોરૂ ટર્નીંગ નજીકથી ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ જે બાબતે તપાસ કરતા મો.સા.ચોરી બાબતે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના તથા પ્રથમ મોબાઈલ ચોરી બાબતે વેજલપુર પોલીસ સ્ટેશનના તથા બીજા મોબાઈલ ચોરી બાબતે કાલોલ પોલીસ સ્ટેશનના વિવિધ કલમો હેઠળ ગુન્હાઓ દાખલ થયેલ હોય જેથી સદર પકડાયેલ આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી અલગ અલગ ત્રણ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીઓના ગુન્હાઓ ઉપલા અધિકારીના માર્ગદર્શન હેઠળ ગણતરીના સમયમાં ડીટેક્ટ કરી આરોપી તથા મુદ્દામાલ રીકવર કરવામા આવેલ છે.