ARAVALLIMEGHRAJ

અરવલ્લી જિલ્લામાં આવેલ કોલુન્દ્રા ગામે પાંડવો એ જે જગ્યાએ વસવાટ કર્યો હતો તેવું પૌરાણિક પાંડેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીના દિવસે ભકતો નું ઘોડાપુર ઉમટ્યું

 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં આવેલ કોલુન્દ્રા ગામે પાંડવો એ જે જગ્યાએ વસવાટ કર્યો હતો તેવું પૌરાણિક પાંડેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીના દિવસે ભકતો નું ઘોડાપુર ઉમટ્યું

અરવલ્લી જિલ્લામાં માજુમ નદી કિનારે મેઘરજ તાલુકામાં આવેલું કોલુન્દ્રા ગામ પાસે પાંડેશ્વર મહાદેવ મંદિર આવેલું છે એવું કહેવાય છે કે આ જગ્યાએ પાંડવો એ વસવાટ કર્યો હતો અને મંદિરનું નિર્માણ કર્યું હતું ત્યારથી જ આ મંદિરનું નામ પાંડેશ્વર મહાદેવ મંદિર પડ્યું છે ત્યારે આજે મહાશિવરાત્રીનો પર્વ હોવાના કારણે પાંડેશ્વર મહાદેવ ખાતે જે મંદિર છે એ મંદિરે ભક્તોનું સવારથી ઘોડાપુર ઉમટ્યું હતું અને મહાદેવના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી જેની અંદર ખાસ કરીને ગ્રામજનો દ્વારા આ મંદિરમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફરાર તેમજ ચોખા ઘીના શીરાની લાપસી તેમજ ભાંગના પ્રસાદનું આયોજન કરાયું હતું ત્યારે આ મંદિરમાં સવારથી જ દર્શન માટે ભક્તોની લાઈનો લાગી હતી અને આ પાંડેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી અને મંદિર ખાતે મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આજના શિવરાત્રી ના તહેવાર ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી

[wptube id="1252022"]
Back to top button