ARAVALLIMODASA

ખાખીને સલામ : અરવલ્લી ટીંટોઈ પોલીસકર્મીઓએ ઇજાગ્રસ્તોને પોલીસ વાહનમાં સારવાર અર્થે ખસેડી માનવતા મહેકાવી, જુઓ ફિલ્મી દ્રશ્યો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ખાખીને સલામ : અરવલ્લી ટીંટોઈ પોલીસકર્મીઓએ ઇજાગ્રસ્તોને પોલીસ વાહનમાં સારવાર અર્થે ખસેડી માનવતા મહેકાવી, જુઓ ફિલ્મી દ્રશ્યો

*મોડાસાના ચારણવાડા નજીક કારે બાઈકને અડફેટે લેતા રોડ પર ઈજાથી કણસી રહેલા પરિવારને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા પોલીસે સરકારી વાહનમાં સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અપાવી*

પોલીસમાં માનવતાની લાગણી નથી હોતી એવો આક્ષેપ અવારનવાર કરવામાં આવતો હોય છે ખાખી વરદી પહેરેલા પોલીસની ઇમેજ સામાન્ય રીતે કડક હોય છે. જોકે ખાખી વરદીની પાછળ માનવતાવાળો ચહેરો પણ છુપાયેલો હોય છે એવા અનેક અનુભવ જરૂરિયાતમંદ વાળા લોકોએ અનુભવ્યા છે મોડાસાના ચારણવાડા નજીક કારે બાઈકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત બાઈક સવાર પરિવાર ઈજાગ્રસ્ત બનતા રોડ પરથી પસાર થતી ટીંટોઈ પોલીસે ત્રણે ઇજાગ્રસ્તોને પોલીસજીપમાં સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા પોલીસકર્મીઓ સ્ટ્રેચર પર ઈજાગ્રસ્ત બાળકને મૂકી ઇમરજન્સી રૂમ સુધી દોડી જતા જાણે ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા સાર્વજનિકમાં સારવાર લેતા દર્દીઓ અને સ્ટાફે પોલીસની સરાહનીય કામગીરીને બિરદાવી હતી

ટીંટોઈ પોલીસ સ્ટેશનના ASI સતીષ ભાઈ,ધર્મેન્દ્રભાઈ અને રણવીરસિંહ નામના પોલીસકર્મીઓ આરોપીને મોડાસા કોર્ટમાં રજુ કરવા સરકારી જીપ લઇને નીકળ્યા હતા મોડાસા-શામળાજી હાઇવે પર ચારણવાડા નજીક કારે બાઈક પર પસાર થતા પરિવારની કારને ટક્કર મારતા એક બાળક અને બે લોકો ઈજાગ્રસ્ત હાલતમાં રોડ પર કણસી રહેલા હોવાના દ્રશ્યો જોવા મળતા પોલીસકર્મીઓનુ દિલદ્રવી ઉઠ્યું હતું અને 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ આવે તે પહેલા ત્રણે ઈજાગ્રસ્ત લોકોને પોલીસજીપમાં બેસાડી મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા પોલીસકર્મીની મદદ મળતા ઈજાગ્રસ્ત પરિવાર અને લોકોએ પોલીસકર્મીઓની સરહના કરી હતી પોલીસકર્મીઓએ માનવતા મહેંકાવી હતી

[wptube id="1252022"]
Back to top button