વેજલપુર ગામે વેજલપુર પ્રીમિયમ લીગ મેચનું ઓપનીંગ કરી ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી

તારીખ ૬/૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ખાતે પ્લોટ વિસ્તારમાં વેજલપુર પ્રીમિયમ લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજરોજ ગામના આગેવાનો દ્વારા રીબીન કાપીને ઓપનીંગ કર્યું હતું ત્યારે વેજલપુર ગામના આગેવાનોમાં ઉસમાનીયા ટુર એન્ડ ટ્રાવેલ્સ ના ઓનર મુસ્તાકભાઈ પાડવા ,બિલાલભાઈ નાના,સતિષભાઈ શેઠ,સંજય પટેલ તેમજ વેજલપુર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચના પતિ અર્પિતભાઈ શેઠ તેમજ ગ્રામ પંચાયત સભ્ય નટુભાઈ હાજર રહ્યા હતા ત્યારે વેજલપુર પ્રીમિયમ લીગ મેચમાં કુલ ૧૨ ટીમોએ ભાગ લીધો છે જેમા કિંગ ઇલેવન,એકે ઇલેવન,ધીરજ ઇલેવન,એકતા ઇલેવન,ગુજરાત ઇલેવન,ક્રિષ્ના ઇલેવન,માહિર ઇલેવન,ઉસ્માનિયા ટુર્સ ઈલેવન,રાઉસીંગ સ્ટાર ઇલેવન, ટાઇગર ઇલેવન,લગાન ઇલેવન, વીપી વૉરિયસ ઇલેવન જેવી ટીમોએ ભાગ લીધો છે ત્યારે આજ રોજ વેજલપુર પ્રીમિયમ લીગ મેચનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ પ્રથમ રમાડેલ મેચમાં કિંગ ઇલેવને પ્રથમ બેટિંગ કરતા ૮૨ રનોની શાનદાર ઇનિંગ રમી હતી ત્યારે ૮૨ રનનો પીછો કરતા ઉસ્માનીયા ટુર્સ ઇલેવન ટીમ માત્ર ૪૫ રનમાં ઓલઆઉટ થઈ હતી ત્યારે કિંગ ઇલેવનનો ૩૭ રને વિજય થયો હતો ત્યારે બીજી મેચમાં એકતા ઇલેવને પ્રથમ બેટિંગ કરતા ૧૧૫ રનનો સ્કોર બનાવ્યો હતા ત્યારે તેની સામે રાઉસીંગ સ્ટાર ઇલેવને માત્ર ૮૭ રનજ બનાવી શકી હતી ત્યારે વેજલપુર પ્રીમિયમ લીગ મેચમાં ફાઇનલ મેચ જીતનાર ટીમને ૩૧ હજારનું ઇનામ આપવામા આવશે હવે જોવું રહ્યું કે કયી ટિમ ફાઇનલની બાઝી મારીને ૩૧ હજારનું ઇનામ પોતાના નામે કરશે તે હવે જોવું રહ્યું.










