ARAVALLI

અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં ‘મિશન ઇન્દ્રધનુષ અભિયાન’ હેઠળ સઘન રસીકરણ હાથ ધરાયું 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં ‘મિશન ઇન્દ્રધનુષ અભિયાન’ હેઠળ સઘન રસીકરણ હાથ ધરાયું

જન આરોગ્ય યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારો માટે નિયત માપદંડો ધરાવતા સામાજિક આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ

સગર્ભા માતા અને બાળકોને બાર જેટલા જીવંત રોગો સામે રક્ષણ આપવા વર્ષ 2014 થી મિશન ઇન્દ્રધનુષ અભિયાન હેઠળ સઘન રસીકરણ

અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં મિશન ઈન્દ્રધનુષ અભિયાન હેઠળ રસીકરણ કરવામાં આવ્યું.જે બાળકો રસીકરણથી વંચિત રહ્યા હોય તેવા અરવલ્લી જિલ્લાના તમામ બાળકોને રસીકરણ અભિયાનમાં આવરી લેવામાં આવ્યા છે.

દેશનું ભવિષ્ય સમાન બાળકોને સુરક્ષિત કરવા માટે અને સગર્ભા માતાઓને બાર જેટલા રોગો સામે રક્ષણ આપવા વર્ષ 2014 થી મિશન ઈન્દ્રધનુષ અભિયાન હેઠળ કરવામાં આવે છે. હાલ બાર જેટલા જીવલેણ રોગો સામે બાળકોને રક્ષણ આપવા દર વર્ષે સાર્વત્રિક રસીકરણ યોજના હેઠળ આવરી લેવામાં આવે છે.ક્ષય, ડિપ્થેરિયા,ધનુર,પોલિયો, કમળો, ન્યુમોનિયા મગજનો તાવ, ઇન્ફ્લુએઝા -ટાઈપ -બી, ઓરી,અછબડા જાપાનીઝ એનસીફેલાઈટીઝ, રોતા વાયરસ,ડાયરીયા જેવા રોગોથી બાળકોને બચાવવા માટે વિવિધ પ્રકારની જીવન રક્ષક રસી વિનામૂલ્ય આપવામાં આવે છે.

ગુજરાત સરકાર દ્વારા જન-જનના આરોગ્યની વિશેષ કાળજીનું આયોજન કરવામાં આવ્યું છે. નવજાત શિશુથી લઈને વરિષ્ઠ નાગરિક સુધીના તમામ લોકોને અધ્યતન આરોગ્ય સારવાર પૂરી પાડવાનું સઘન આયોજન થયું છે. જનની સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત પ્રસુતિ માટે તમામ પ્રકારના યોજનાકિય આયોજન કરવામાં આવી રહ્યા છે. વિના મૂલ્ય પ્રસૃતિની સુવિધાઓથી લાભાર્થીઓને લાભ મળી રહ્યો છે.ત્યારબાદ શિશુની સલામતી માટે પૂરતી કાળજી લેવાઈ રહી છે. આમ ગુજરાત સરકારે આવતીકાલની પેઢીની ચિંતા કરી સ્વસ્થ બાળકના ધ્યેય સાથે સમગ્ર દેશમાં સર્વાંગીણ બાળ સશક્તિકરણની દિશામાં સમાજને જોડવાની પહેલ કરી છે

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button