ARAVALLIMEGHRAJ

મેઘરજ તાલુકાના રેલ્લાંવાડા ગામે મંજૂર થયેલ ચેકડેમ નું કામ ખોરંભે પડતા લોકોમાં આક્રોશ બે વાર ટેન્ડરિંગ થયા હોવા છતાં કામગીરી જ્યાં ના ત્યાં 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકાના રેલ્લાંવાડા ગામે મંજૂર થયેલ ચેકડેમ નું કામ ખોરંભે પડતા લોકોમાં આક્રોશ બે વાર ટેન્ડરિંગ થયા હોવા છતાં કામગીરી જ્યાં ના ત્યાં

અરવલ્લી જિલ્લામાં મેઘરજના રેલાવાડા ગામ તેમજ આજુ બાજુ આદિવાસી બક્ષીપંચ તથા અન્ય લોકોની વસ્તી આવેલ છે જેઓની જીવાદોરી સમાન રેલ્લાંવાડા ખાતે જલારામ મંદિર પાસે નદી આવેલ છે ત્યાં ચેકડેમ મંજુર થયેલ હતો લગભગ છ વર્ષ અગાઉ મંજૂર થયેલ ચેકડેમ ની જે કામગીરી પ્રથમ ટેન્ડર વખતે પાયાનું ખોદકામ થયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા અગમ્ય કારણસર છોડી દેવામાં આવ્યું હતું પરંતુ ફરીથી રીટેન્ડરિંગથી ચેકડેમ નું કામ મંજુર કરવામાં આવ્યું જે મંજૂરી વર્ષ 2022 મરી જતા ટેન્ડરિંગ કરી વર્ક ઓર્ડર પણ અપાઈ ગયેલ છે પરંતુ આ ચેકડેમ નું કામ હાલ પણ ખોરંભે છે

ફેબ્રુઆરી મહિનો પણ પૂરો થવા આવ્યો છતાં હજુ ચેકડેમની કામગીરી ચાલુ ન થતા અસાધારણા વિલંબ થી લોકોમા નારાજગી જોવા મળી હતી ઉપરાંત સિંચાઈ વિભાગમાં આ બાબતે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ બાબતે કોન્ટ્રાકટર ને પ્રથમ નોટિસ આપાઈ છે કે ઝડપથી કામ શરુ કરવામાં આવે પણ આ બાબતે હજુ પણ કામ શરુ થયું નથી ત્યારે સરકારી કામો મંજુર થઇ જતા હોવા છતાં કોન્ટ્રાકટર ની બેદરકારી ને લીધે કામો પૂર્ણ થવામાં કે નવા બનવામાં વિલંબ થાય છે.રેલ્લાંવાડા ગામે જલારામ મંદિર પાસે જો ચેકડેમ બને તો આજુબાજુના 15 થી વધુ ગામના લોકોને પાણીનો લાભ મળી શકે છે પણ કેમ હજુ આ ચેકડેમ નથી બનતો એ મોટો સવાલ ઉભો થયો છે જો બે બે વાર ચેકડેમ મંજુર થાય છતાં ના બને તો જવાબદાર કોણ એ પણ સવાલ છે ત્યારે આ બાબતે તંત્ર ઝડપથી જાગે અને ચેકડેમ નું કામ શરુ થાય તેવી લોકોની માંગ સેવાઈ રહી છે

 

 

[wptube id="1252022"]
Back to top button