
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામા ગ્રામપંચાયત દ્વારા બનાવેલા પાણીના બોરમા મસ મોટુ ભોપારુ બહાર આવે તો નવાઈ નહિ : સરકારી ગ્રાન્ટ ઠેકાણે પાડી દીધી…?

મેઘરજ તાલુકામાં ભ્રષ્ટાચાર ફાલ્યો ફુલ્યો હોય તેવા હવે કિસ્સાઓ સામે આવી રહ્યાં છે અને જાણે કે અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકો ભ્રષ્ટાચાર નું એપી સેન્ટર હોય હોય તો નવાઈ નહિ રસ્તાઓ થી લઈને વિવિધ કામોની ગ્રાન્ટોનો ઉપયોગ ચોક્સસ કામો કરવા અને ગુણવતા વાળા કામો થાય તે માટે સરકાર દ્વારા ગ્રાન્ટો ગ્રામ પંચાયત ને ફાળવવામા આવે છે પરંતુ કામોની ગુણવંત્તા હલકી હોવાથી ભ્રષ્ટાચાર સામે આવી જતો હોય છે
મેઘરજ તાલુકામા ગ્રામપંચાયત દ્વારા બનાવેલા બોરમા મસ મોટુ ભોપારુ બહાર આવે તો નવાઈ નહિ તેવી વાતો હવે વહેતી થઇ છે જેને લઇ ને હવે સરકારી બોરોમાં મસમોટો ભ્રષ્ટાચાર બહાર આવે તો નવાઈ નહિ આ બાબત હવે યોગ્ય તપાસ થાય તો મોટો કૌભાંડ બહાર આવી શકે છે હાલ કેટલાક વિસ્તારમાં મોટાભાગે વિસ્તારોમાં 100 થી 150 ફૂટ કરતાં ઓછીબોર ની ઊંડાઈ કરી ગ્રાન્ટ ના નાણાંમાં કટકી કર્યાની હાલ તો ચર્ચાઓ એ વેગ પકડ્યો છે તાલુકાની કેટલીયે પંચાયત એવી છે કે પોતાના વ્યક્તિગત માટે પણ પાણીના બોર કરાવ્યા હોવાના કિસ્સાઓ પણ સામે આવી શકે તેમ છે બીજી તરફ મેઘરજ શહેર તેમજ અન્ય ગામડાઓ મા હાલ તો પંચાયત દ્વારા બોર કરી ઠેર ઠેર વિસ્તારોમાં બોર ખુલ્લા મૂકી દેતાં મોટી દુર્ઘટના સર્જાવાની બીક સેવાઈ રહી છે જેમાં હાલ મદની સોસાયટી અને ઘાંચીવાડા સહિતના વિસ્તારોમાં બિનઉપયોગી બોર કરી બોર ખુલ્લા લાવારિસ મૂકી દેવાતા અનેક તર્ક વિતર્કો સર્જાય છે હવે આ બાબતે નવીન આવેલા તાલુકા વિકાસ અધિકારી તપાસ કરશે કે પછી એમની પણ બદલી થઇ જશે એવો સવાલ ઉભો થયો છે બીજી તરફ મેઘરજ ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા પાંચ વર્ષ માં થયેલા રીંગ બોરની તટસ્થ તપાસ થાય તો કેટલાક ની નીચે રેલો આવવાની સંભાવના અને જો તાલુકાની વિવિધ ગ્રામ પંચાયત મા પણ જો બોર બાબતે તપાસ થાય તો ઘણાની નીચે રેલો આવી શકે છે નવાઈ નહિ








