ENTERTAINMENT

Bobby Deol : ‘એનિમલ’માં દમદાર એક્ટિંગ બાદ બોબી દેઓલ આ 3 ફિલ્મોમાં મચાવશે ધમાલ

બોલિવૂડ અભિનેતા બોબી દેઓલની બીજી ઈનિંગ પણ અગાઉની જેમ જ શાનદાર રહી છે. તાજેતરમાં જ 1 ડિસેમ્બરે રિલીઝ થયેલી એનિમલ ફિલ્મ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત બોબી દેઓલે મુખ્ય ભૂમિકા ભજવી છે.

સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત આ ફિલ્મે વર્લ્ડવાઈડ કલેક્શન 500 કરોડને પાર કરી લીધું છે. ત્યારે બોબી દેઓલને ચારેતરફ પોતાની એક્ટિંગને લઇને વાહવાહી મળી રહી છે. બોબી દેઓલે છેલ્લા કેટલાક વર્ષોમાં ક્લાસ ઓફ 83, લવ હોસ્ટેલ અને આશ્રમ દ્વારા દર્શકોના દિલ જીતવામાં સફળ રહ્યો હતો. આવી સ્થિતિમાં દર્શકો તેની બીજી ફિલ્મની રાહ જોઇ રહ્યાં છે.

અપને 2

વર્ષ 2007માં રિલીઝ થયેલી દેઓલ પરિવારની ફિલ્મ અપનેમાં બોબી દેઓલ, સની દેઓલ અને ધર્મેન્દ્ર જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટી અને કેટરિના કૈફ પણ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ અનિલ શર્મા દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી અને ચાહકો હવે તેના બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. જોકે, આ ફિલ્મની સ્ક્રિપ્ટમાં હજુ કામ ચાલી રહ્યું છે.

શ્લોક- ધ દેસી શેરલોક

‘શ્લોક- ધ દેસી શેરલોક’ ફિલ્મનું નિર્દેશન કુણાલ કોહલીએ કર્યું છે અને આ ફિલ્મમાં બોબીની સાથે અનન્યા બિરલા પણ જોવા મળશે. ડિસેમ્બર 2022માં, બોબી દેઓલે સોશિયલ મીડિયા પર ફિલ્મના શૂટિંગ પોસ્ટની એક તસવીર શેર કરી હતી.

હાઉસફુલ 5

હાઉસફુલ સીરિઝની અત્યાર સુધી 4 ફિલ્મો રિલીઝ થઈ છે. થોડા સમય પહેલા ફિલ્મ હાઉસફુલ 5ની જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની ઓફિશિયલ સ્ટાર કાસ્ટની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ રિપોર્ટ્સ અનુસાર બોબી પણ આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન તરુણ મનસુખાની કરી રહ્યા છે. આ ફિલ્મ 6 જૂન 2025ના રોજ રિલીઝ થશે.

[wptube id="1252022"]
Back to top button