ARAVALLIMEGHRAJ

મેઘરજ નગરના પંચાયત સંચાલિત બગીચા આગળ આગની ઘટના,ઈદના તહેવાર માં ફરવા ગયેલા બાળકો અને લોકો માં ભાગદોડ મચી

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ નગરના પંચાયત સંચાલિત બગીચા આગળ આગની ઘટના,ઈદના તહેવાર માં ફરવા ગયેલા બાળકો અને લોકો માં ભાગદોડ મચી

રાજકોટ ખાતે થયેલ અગ્નિકાંડ હજુ ભુલાઈ નથી ને ત્યાં અરવલ્લી જિલ્લામાં મેઘરજ શહેર ખાતે પણ રાજકોટ જેવી સ્થિતિ થતા અટકી છે મેઘરજ નગરના પંચાયત સંચાલિત બગીચા આગળ આગની ઘટના,ઈદના તહેવાર માં ફરવા ગયેલા બાળકો અને લોકો માં ભાગદોડ મચી હતી રાજકોટ ની ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા ફાયર સેફ્ટી ના નિયમો કડક બનાવાયા છતાં મેઘરજ ગામ પંચાયત સંચાલિત બગીચા માં ફાયર સેફ્ટી ના નામે મીંડું જોવા મળ્યું છે બગીચા ના કર્મીઓ આગ હોલવ્યા વગર જ બગીચો બંધ કરી ભાગી ગયા હોવાની ચર્ચા જામી છે જાગૃત નાગરિકો એ બગીચા નો વીજ પ્રવાહ બંધ કરાવ્યો હતો આગ ની લપટો 11 kv વીજ તાર સુધી પહોચતા મોટી દુર્ઘટના સર્જાય તેવી ભિતી આગ ની ઘટના બાદ કોઈ પણ કર્મચારી ફરક્યોજ નહિ  ગામ પંચાયત દ્વારા વૃક્ષ કાપી લાકડાં નો ઢગલો ત્યાં જ ખડકી દેતા સૂકા લાકડાં ના ઢગ માં આગની ઘટના સામે આવી જિલ્લા માં આગની ઘટના ને નાથવા ફાયર સેફ્ટી ના નિયમો માત્ર કાગળ પર જ કે શું? શું જિલ્લા નું વહીવટી તંત્ર જવાબદાર લોકો સામે કાર્યવાહી કરશે ખરું?

[wptube id="1252022"]
Back to top button