
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાના બાંઠીવાડા વિસ્તારમાં પશુ માટે ફરતા દવાખાનની નવીન ગાડી ખુલ્લી મુકવામાં આવી
ગુજરાત સરકાર દ્વારા પશુઓને ઈમરજન્સી સેવા મળી રહે તે માટે 1962 સેવા કાર્યરત કરી હતી,જે ઈમરજન્સી પશુ સેવાનો સારો પ્રતિભાવ પ્રાપ્ત થયો છે.હવે દર 10 ગામ દીઠ એક ફરતું દવાખાનું મુકવામાં આવ્યું છે.તેમજ જે ગામમાં પશુ દવાખાનું જશે તેગામમાં માહિતી માટે બોર્ડ લગાવવામાં આવ્યા છે.જેથી પશુની સારવાર કરાવવામાં રાહત રહેશે એવા શુભ આશય થી અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા ના બાંઠીવાડા જેમાના ગામે અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રિયંકાબેન સુભાષભાઈ ડામોરના હસ્તે રીબીન કાપી લીલી જંડી આપી ફરતા દવાખાનની નવીન ગાડી ખુલ્લી મુકવામાં આવી હતી આ ગાડી નું મુખ્ય મથક બાંઠીવાડા રહેશે અને આ ફરતું પશુ દવાખાનું આજુબાજુના ગામડામોમાં પશુઓને સારવાર પુરી પાડશે જે લોકો પોતાના પશુ ની સારવાર મેળવવા માંગતા હોઈ તેઓ મફત મા ૧૯૬૨ ડાઈલ કરવા થી સારવાર મેળવી શકશે આ પસંગે બાંઠીવાડા સરપંચ,પૂર્વ મહામત્રી ગલજી ડામોર,જિલ્લા નાયબ પશુપાલન નિયામક નિતેશ પ્રજાપતિ,તાલુકા પશુ ચિકિત્સક – ડો.કેતનભાઇ પટેલ,જિલ્લા પ્રોજેક્ટ કો – ઓર્ડીનેટર પ્રતીક ભાઈ સુથાર તેમજ એમ્બ્યુલન્સ કર્મચારી ડો.પ્રશાંત પ્રજાપતિ, પાયલોટ કનુભાઈ સહીત મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.