ARAVALLIMODASA

અરવલ્લી : જિલ્લામાં ઠેળ ઠેળ ગુરુ પૂર્ણિમા ની ઉજવણી મોડાસા તાલુકાના મેઢાસણ તારાપુર આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : જિલ્લામાં ઠેળ ઠેળ ગુરુ પૂર્ણિમા ની ઉજવણી મોડાસા તાલુકાના મેઢાસણ તારાપુર આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો

125 વર્ષ ની વયે બ્રહ્મલીન થયેલા પરમપૂજય મોહનરામ ગુરુ ના મોડાસા તાલુકાના મેંઢાસણ નજીક આવેલા તારાપુર આશ્રમમાં ગુરુગાદી પદે હાલમાં બિરાજતા લક્ષ્મણ રામ ના સાનિધ્યમાં આજે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો જેમાં અમદાવાદ ,મહેસાણા, પાટણ, સાબરકાંઠા અરવલ્લી વડોદરા સુરત અને સમગ્ર ગુજરાત ના અનેક વિસ્તારો માંથી શિષ્યો ગુરુ ના દર્શને આવ્યા અને ગુરુપૂજન કર્યા હતા તેમજ સત્સંગ વાણી આધ્યાત્મિક જ્ઞાન મેળવી અંધકાર થી ઉજાસ જીવનમાં મેળવી આત્મા ને ઓળખવો એજ મૂલ્ય વિચારો મેળવવા ભક્તો આવે છે આ આશ્રમમાં દર પૂર્ણિમા તેમજ નવા વર્ષ અને રામનવમી જેવા ઉત્સવો પણ ઉજવવામાં આવે છે ત્યારે પણ ફરજીયાત ભોજન પ્રસાદી લઈ ધન્યતા અનુભવતા હોય છે

[wptube id="1252022"]
Back to top button