
વિજાપુર પાલિકા માં તહેવારો ને લઈને સફાઈ તેમજ બંધ પડેલ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા રજૂઆત
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પાલિકા માં ધાર્મિક તહેવારો શરૂ થતાં હોવાથી શહેરના ખત્રીકુવા તેમજ ચક્કર દોશીવાડા રોડ મોમનવાડા કસ્બા સાથબજાર હુસેનીચોક હૈદરીચોક સથવારા વાસ પ્રજાપતિ વાસ સહીતના વિસ્તારોમાં ઉભરાતી ગટરો તેમજ રોડ ઉપરનો કચરો તેમજ સમયસર પાણી આપવા ની રજૂઆત શહેર યુવક કોંગ્રેસ ના પ્રમુખ તનજીલ અલી સૈયદ દ્વારા પાલિકા માં રજૂઆત કરવામાં આવી છે જેમાં હાલમાં હિન્દૂ સમાજના ચૈત્ર માસમાં ખત્રી કુવા ખાતે નવરાત્રી ના ગરબા તેમજ મુસ્લીમ સમાજના રમજાન માસ એક સાથે શરૂ થઈ રહ્યા છે ત્યારે કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ છે અને ઘણા વિસ્તારોમાં ગટરો નું ગંદુ પાણી ઉભરાઈ ને બહાર આવે છે મુસ્લીમ વિસ્તારમાં મસ્જીદ માં ઈબાદત માટે જતા હોય છે ત્યારે રાત્રીના સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી અને ઉભરાતી ગટરો ના કારણે પસાર થવામાં પરેશાની ઉભી થાય છે જેથી સાફ સફાઈ ની વ્યવસ્થા કરવામાં આવે તેમજ વજુ માટે પાણી ની ખાસ જરૂર હોવાથી પાણી પણ પુરુ પાડવું ખત્રીકુવા ચોકમાં ચૈત્ર માસના નોરતા ચાલી રહ્યા છે ત્યારે અહીંના જૂની કોર્ટ તેમજ પ્રજાપતિ વાસ સથવારા વાસ સહીત ના વિસ્તારોમાં સફાઈ કરવાની માંગણી પાલિકા સમક્ષ કરવામાં આવી છે





