
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : રામગઢી ગામે કમોસમી વરસાદ થી પાકને નુકશાન, ખેડૂતો સરકાર પાસે માંગી રહ્યાં છે સહાય
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેતીના પાકને મોટા પાયે નુકસાન ની ભિતી સેવાઈ રહી છે. અરવલ્લી ના મેઘરજ તાલુકાના માં સતત પળેલા કમોસમી વરસાદને લઈને ખેતીના પાકોમાં વ્યાપક નુકસાન જવા પામ્યું છે. મેઘરજ ના રામગઢી વિસ્તાર માં એકાએક કરા સાથે પળેલ વરસાદ ને લઈ ખેડૂતોએ ઉનાળુ પાક જેવાકે જુવાર મકાઈ એરંડાના પાક તૈયાર હતો અને લણણી કરવાના સમએજ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને પાકમાં વ્યાપક નુકસાન થયું છે.કેટલાક ખેડૂતોએ પશુઓ નો ઘાસ ચારો પણ નષ્ટતા ના આરે છે.ત્યારે જગતનો તાત સરકાર સમક્ષ ખેતીમાં થયેલ નુકસાન ની ભરપાઈ માટે આજીજી કરી રહ્યા છે.
[wptube id="1252022"]








