
કિરીટ પટેલ બાયડ
જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ગરીબોને આપવામાં આવતા અનાજ તેમજ ખાડ અને દાળ વગેરેના નાણાં સંચાલકોએ એડવાન્સ ભરવાના હોય છે સંચાલકોએ ભરેલા નાણા પુરવઠા વિભાગમાં પહોંચ્યા બાદ તાલુકા ગોડાઉન થી અનાજનો જથ્થો સસ્તા અનાજની દુકાનો સુધી પહોંચાડવામાં આવે છે પરંતુ સંચાલકોએ પૈસા સમયસર ભર્યા હોવા છતાં કોઈપણ કારણોસર ગોડાઉનમાં જે જથ્થો ના હોય તે દુકાનદારોને વિલંબથી પહોંચે છે અથવા તો જે તે માસમાં જથ્થો દુકાને ના પણ મળે તેવા કિસ્સામાં સસ્તા અનાજની દુકાનના સંચાલકોના નાણા નિગમમાં પેન્ડિંગ રહે છે જેને સમયસર સંચાલકોને પરત આપવાની જવાબદારી પુરવઠા નિગમની હોય છે પરંતુ સંચાલકોએ ભરેલા પૈસા પરત આપવામાં પુરવઠા નિગમ દુર્લક્ષ સેવતુ હોય છે જેના લીધે સંચાલકો આર્થિક સંકળામણ અનુભવતા હોય છે પૈસા ભરવામાં થોડો વિલંબ થવાથી અધિકારીઓ સંચાલકોને નોટિસો ફટકારતા હોય છે જ્યારે પૈસા પરત આપવાની વાત હોય ત્યાં દુકાનદારને અન્યાય સહન કરવાનો વારો આવે છે
બાયડ તાલુકાના સસ્તા અનાજ દુકાનદારના સંચાલકોએ ઓગસ્ટ 2021 માં તહેવારોના ટાણે આપવામાં આવતી કાર્ડ દીઠ એક કિલોગ્રામ વધારાની ખાંડ તેમજ રેગ્યુલર આવતી ખાંડના પૈસા નિગમમાં એડવાન્સ ભર્યા હતા પરંતુ કોઈ પણ કારણોસર ખાંડ દુકાન સુધી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હતું જેના લીધે ગરીબોને તહેવારો ટાણે ખાંડ ના મળતા દિવાળી બગડી હતી જેના પૈસા બે વર્ષના વાણા વાયા છતાં પરત આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવે છે
તેવી જ રીતે નવેમ્બર 2021 માં સંચાલકો દ્વારા ભરવામાં આવેલા તુવેર દાળ ના પૈસા પણ સંચાલકોને પરત મળેલ નથી બાયડ તાલુકાના 72 જેટલી દુકાનોમા ઓગસ્ટ 2021 માં ખાંડ નો જથ્થો મળ્યો ન હતો જેની રકમ ₹9,78,377 ને 50 પૈસા તેમજ નવેમ્બર 2021 માં તુવેરદાળ ના મળવાના કારણે 77 જેટલા દુકાન સંચાલકોની ₹924,027 જેટલી માતબર રકમ બંને મળી કુલ ૧૯ લાખ આસપાસની રકમ પુરવઠા વિભાગની બેદરકારી અથવા તો આડોડાઈના લીધે પરત મળેલ નથી
આનો સંપૂર્ણ દોષ એસોસિએશનની નબળી કામગીરીને દુકાનદારો જવાબદાર માની રહ્યા છે દુકાનદારોના હિતમાં નિર્ણય લેવામાં રાજ્ય સંગઠન સંપૂર્ણ નિષ્ફળ પુરવાર થયું છે તેવી હૈયા વરાળ દુકાનદારોએ કાઢી હતી
આ બાબતે બાયડ તાલુકા પુરવઠા ગોડાઉન ના મેનેજરનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે બાયડ ગોડાઉન થી આ બાબતની જાણ ડીએસઓ ઓફિસ મોડાસાને કરી દેવામાં આવી છે પરંતુ આજ સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી સંચાલકોએ ભરેલ રકમ સત્વરે પરત મળે તેવી માંગ તાલુકાના દુકાનદારો કરી રહ્યા છે




