GUJARAT

જંબુસર નગર મા શોર્ય જાગરણ યાત્રા યોજાઈ

વિશ્વ હિન્દુ પરિષદ ને ૬૦ વર્ષ પૂર્ણ થતા આખા ભારત વર્ષમાં બજરંગ દળ દ્વારા આયોજિત શોર્ય જાગરણ યાત્રા ને અનુલક્ષી ને વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દક્ષિણ ગુજરાત પ્રાંત ધ્વારા આયોજિત શોર્ય જાગરણ યાત્રા જંબુસર નગર ખાતે આવી પહોંચતા તેનુ જંબુસર ના વિશ્ર્વ હિંદુ પરિષદ ના તથા બજરંગ દળ ના આગેવાનો ધ્વારા ભવ્ય સ્વાગત કરાયુ હોવાના તથા શોર્ય જાગરણ યાત્રા એસ.ટી.ડેપો સર્કલ થઈ ટંકારી ભાગોળ પહોંચી ને નગર ના મુખ્ય માર્ગ ઉપર થી પસાર થઈ ને જંબુસર સ્વામીનારાયણ મંદિર ખાતે પહોંચી ને સભા મા પરિવર્તિત થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
વિશ્વ હિન્દુ પરિષદ ને ૬૦ વર્ષ પૂર્ણ થતા આખા ભારત વર્ષમાં બજરંગ દળ દ્વારા આયોજિત શોર્ય જાગરણ યાત્રા ને અનુલક્ષી ને વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દક્ષિણ ગુજરાત પ્રાંત ધ્વારા આયોજિત શોર્ય જાગરણ યાત્રા જંબુસર નગર ખાતે આવી પહોંચતા તેનુ પ્લાઝા હોટલ પાસે મહાપુરા ગામના બજરંગદળ ના તથા વિશ્ર્વ હિંદુ પરિષદ ના કાર્યકરો તથા ગ્રામજનો ધ્વારા સ્વાગત કરાયુ હતુ.શોર્ય જાગરણ યાત્રા મા ત્યાંથી જંબુસર શહેર તથા તાલુકા ના વિશ્ર્વ હિંદુ પરિષદ તથા બજરંગ દળ ના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યા મા બાઈક સાથે જોડાયા હતા.બાઈક રેલી સાથે શોર્ય જાગરણ યાત્રા ટંકારી ભાગોળ ખાતે પહોંચતા ટંકારી ભાગોળ ખાતે વિશ્ર્વ હિન્દુ પરિષદ ના તથા બજરંગ દળ ના અગ્રણીઓ ભુપેન્દ્ર પંચાલ શક્તિ પટેલ,જંબુસર ધારાસભ્ય ડી કે સ્વામી માજી ધારાસભ્ય કરણસિંહ મકવાણા તાલુકા પંચાયત પ્રમુખ નિતીનભાઈ પટેલ (ભોલાભાઈ),શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત ભાઇ પટેલ,શહેર ભાજપ મહામંત્રી મનન પટેલ સહિત ના અગ્રણીઓ એ સ્વાગત કર્યુ હતુ. બાદ મા શોર્ય જાગરણ યાત્રા એ જંબુસર નગર મા પ્રસ્થાન કર્યુ હતુ અને નગર ના ટંકારી ભાગોળ, કાવા ભાગોળ, લીલોતરી બજાર, ગણેશ ચોક, ઉપલી વાટ, કોટ દરવાજા, માયનો લીમડો, ઢોળાવ ફળીયું, કોટ દરવાજા, મુખ્ય બજાર થી ગાયત્રી માતા મંદિર થઈ ને ટંકારી ભાગોળ થી સ્વામીનારાયણ મંદિર ખાતે પહોંચી હતી.જયા સભા મા પરિવર્તિત થઈ હતી. શોર્ય જાગરણ યાત્રા ને અનુલક્ષી ને વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન રબારી એ નગર મા તથા શોર્ય જાગરણ યાત્રા ના રૂટ ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.તેમજ જંબુસર નગર ના મુખ્ય બજાર મા પણ મુસ્લિમ વેપારીઓ એ પોતાની દુકાનો બપોર પછી સ્વેચ્છીક બંધ રાખી હતી.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button