ARAVALLIBAYAD

બાયડ તાલુકાની વન વિભાગની કચેરી રામ ભરોસે

કિરીટ પટેલ બાયડ
અરવલ્લીઃવન વિભાગ બાયડની કચેરી રામભરોસેઃગરમીના કારણે માનવવસ્તીમાં ઝેરી જનાવર નિકળે તો વન વિભાગ ફોન ઉપાડતું નથી, બાયડ કચેરીના આર એફ ઓ ઠાકોર તો ફોન ઉપાડતા જ નથી
વનવિભાગની બાયડ કચેરીએ તેનો રેગ્યુલર હેલ્પલાઈન નંબર જાહેર કરવાની તાતી જરૂરીયાત છે*
પટેલના મુવાડા ગામે અકસ્માતગ્રસ્ત કપિરાજને સમયસર સારવાર ના મળતાં તેનું મોત નિપજ્યુંઃતો પણ વનવિભાગ ના પહોંચ્યું છેવટે સ્થાનિકોએ દફનક્રિયા કરી*
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં સૌથી વધારે વન્ય પ્રાણીઓ અને સંરક્ષકની શ્રેણીમાં આવતા જળચર પ્રાણીઓ જોવા મળે છે.
જે જળચર અને વન્ય પ્રાણીઓની દેખરેખ સંરક્ષણ અને માનવ વસ્તીમાં આવા પ્રાણીઓ આવી જાય તો તેને પકડીને સલામત રીતે કુદરતી રહેઠાણે પહોંચાડવાની જવાબદારી બાયડ ખાતે આવેલી વન વિભાગની કચેરી અને તેના સ્ટાફની બને છે .
પરંતુ અતિશય ગરમીના બફારાના કારણે છેલ્લા પંદર દિવસથી માનવ વસ્તીમાં કેટલીક જગ્યાએ સાપ અને પાટલા ઘો જેવા જાનવરો જોવા મળ્યા હતા.
આવા અન્ય પ્રાણીઓ સાપ, પાટલા ઘો વગેરે માનવ વસ્તીમાં નીકળે ત્યારે તેને પકડીને માનવ વસ્તીને તેનાથી રક્ષણ પૂરું પાડવું અને આવા વન્ય પ્રાણીઓને સલામત જગ્યાએ છોડી મૂકવાની જવાબદારી જે તે વિસ્તારના વન વિભાગના કર્મચારીઓ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસ બાયડની રહે છે
પરંતુ તાજેતરમાં કેટલાક નાગરિકોને વન વિભાગના કડવા અનુભવ થયા છે

પટેલના મુવાડા ગામે એક વાંદરાને અકસ્માત થતાં ઘાયલ થયો હતો જેની જાણ વન વિભાગને કરવામાં આવતાં ત્યાંથી કોઈ ના આવતાં છેવટે વાંદરો સમયસર સારવારના અભાવે મૃત્યુ પામ્યો હતો જેની દફનવિધિ પણ સ્થાનિક લોકોએ કરી હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે સ્થાનિક બાયડ ગામમાં સાપ અને પાટલા ઘો જેવા જાનવરો એક રહીશના ઘરમાં જોવા મળતાં રહિશે વન વિભાગની કચેરીનો સંપર્ક કરતા પહેલા તો ફોન ઉપાડ્યો ન હતો અને કેટલાક પ્રયત્ને ફોન રિસીવ કરતા અમોને આવા પ્રાણીઓ પકડવાની ટ્રેનિંગ આપી ના હોવાથી અમો પકડી શકીએ તેમ નથી તેમ જણાવ્યું હતું
જ્યારે મદદની આશાએ બાયડના સ્થાનિક રહીશો વારેણા રોડ પર આવેલી વન વિભાગની કચેરીએ પહોંચ્યા તો હાજર કર્મચારીઓએ અમો કંઈ કરી શકીએ તેમ નથી જેવા ઉડાઉ જવાબો આપી હાથ અધ્ધર કરી દીધા હતા તો સવાલ એ થાય છે કે બાયડ તાલુકામાં સૌથી વધુ વાઇલ્ડ લાઇફ આવેલું છે તો પછી વન્ય પ્રાણીઓને સુરક્ષિત રીતે પકડી ના શકે તેવા કર્મચારીઓની અહીં નિમણૂક કેમ કરવામાં આવી છે
વન વિભાગની બાયડની કચેરી માટે એક સનાતન સત્ય એ પણ છે કે બાયડ કચેરીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઠાકોર અખબારી પ્રતિનિધિઓના પણ ફોન ઉપાડતા નથી

[wptube id="1252022"]
Back to top button