
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
બાયડ : અરવલ્લી તંત્ર હજુ પણ ઉંઘમાં બાયડના ઝાંઝરી ધોધ પર કોઈજ સેફટી નથી : ત્રણ યુવાનો ડૂબ્યા,એકનો બચાવ
રાજકોટ ખાતે બનેલી આગકાંડ ઘટના જે સેફટી ન હોવાના કારણે જીવતા આગમાં 25 થી વધુ હોમાયા અને હજુ આ ઘટના ભૂંસાઈ નથી અને અરવલ્લી જિલ્લામાં બાયડ નો ઝાંઝરી ધોધ ફરી એકવાર ગોજારો બન્યો છે જ્યાં ધોધ ખાતે ઉનાળા ના સમયે લોકો નાહવાની મજા માણવા આવે છે દર વર્ષ એ આ ધોધ કેટલાય લોકોનો ભોગ લે છે પરંતુ દુઃખ ની વાત એ છે કે ઝાંઝરી ધોધ પર રોજના હજારો લોકો આવે છે મજા માણવા માટે પરંતુ ધોધ પર કોઈપણ પ્રકાર ની સેફટી કે કોઈ જવાબદાર તંત્ર ફરકતું જોવા નથી મળતું ત્યારે તંત્ર ની લાલિયાવાડી સામે આવી છે જેમાં બાયડના ઝાંઝરી ધોધમાં નાહવા માટે આવેલા ત્રણ યુવાનો ડૂબ્યા છે જે પૈકી એક યુવાન બચી ગયો હતો અને બે યુવાનો હજુ પણ ઊંડા પાણીમાં લાપતા થયાં છે આ યુવાનો અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી આવ્યા હોવાનું સામે આવ્યું છે NDRF – ફાયર સહિતની ટિમો એ ડૂબેલા યુવકોની શોધખોળ શરૂ કરી હતી સમગ્ર ઘટના ને લઇ આંબલીયારા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી