
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મેઘરજના રેલ્લાવાડા ગામે ખાણખનીજ ટીમ ત્રાટકી ખનીજ ખનન કરી રહેલ બે ટ્રેકટર એક જેસીબી જડપાયુ

મેઘરજ ના રેલ્લાવાડા ગામે મંગળવાર રાત્રે અરવલ્લી જીલ્લા ખાણખનીજ ની ટીમ ત્રાટકી હતી જેમાં ખનીજ ખનન કરતા બે ટ્રેકટર અને એક જેસીબી જડપી પાડ્યુ હતું મેઘરજ તાલુકામાં નદી અને ગૌચર જમીનમાં ખનીજ માફીયા ઓ રાત દીવસ ખનન કરી રહ્યા છે ત્યારે ખાણ અને ખનીજ વિભાગ પણ સતર્ક બન્યુ છે જેમાં મંગળવાર રાત્રે રેલ્લાવાડા ગામે ખનીજ માફીયા ખનન કરી રહ્યા હતા તેવામાં અરવલ્લી જીલ્લા ખાણખનીજ વિભાગ દ્વારા બાતમીના આધારે ઇસરી પોલીસ સાથે ઘટના સ્થળે રેડ કરતાં માટી ભરેલા બે ટ્રેકટર અને એક જેસીબી આશરે ૨૨ લાખનો મુદ્વા માલ જડપી પાડ્યો હતો જેમાં બે ટ્રેકટર અને જેસીબી ડીટેન કરી ત્રણે વાહનો ઇસરી પોલીસ મથકે લઇ જવાયા હતા અને ખાણ ખનીજ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી









