ARAVALLIMEGHRAJ

અરવલ્લી : પ્રાંતિજ ડેપોની ગાંધીનગર મેઘરજ બસ રવિવારે આવતી નથી અને સોમવારે જતી નથી આ કેવો વહીવટ..?

અહેવાલ

અરવલ્લી:હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : પ્રાંતિજ ડેપોની ગાંધીનગર મેઘરજ બસ રવિવારે આવતી નથી અને સોમવારે જતી નથી આ કેવો વહીવટ..?

મેઘરજ તાલુકામાં પ્રાંતિજ ડેપો ની ગાંધીનગર મેઘરજ બસ જનતામાં સારું આકર્ષણ જમાવ્યું છે દરેકને ખૂબ જ ઉપયોગી સમયસર બસ અને માયાળુ સ્ટાફ નિયમિત આવે છે પરંતુ વહીવટી કર્મચારીઓની મીઠી નજરથી આ બસને દર રવિવારે બીજે મોકલી દેવામાં આવે છે અને મેઘરજ જતી ન હોવાથી અસંખ્ય મુસાફરો અટવાઈ પડે છે અને ખાનગી વાહનો દ્વારા મોંઘાભાડા ખર્ચીને જાય છે ત્યારે સવારે સોમવારે નોકરીયાત વર્ગ કોલેજ આઈ.ટી.આઈ નર્સિંગ તેમજ અન્ય ટેકનીકલ વિદ્યાર્થીને કર્મચારીઓને જવાનું હોય છે ત્યારે બસ આવતી નથી ત્યારે આ કેવું અણદમ વહીવટ છે કે બસ નિયમિત સાત દિવસ દોડવી જોઈએ એના બદલે બે ટાઈમ કાપી નાખવામાં આવે છે સ્ટાફ ન હોય તો અન્ય વ્યવસ્થા કરવી જોઈએ પરંતુ જનતાના સુખાકારી માટે સસ્તી આપણી બસ સાથે દિવસ દોડે તેવી મેઘરજ ભિલોડા તાલુકાની પ્રજાની તાતી માંગણીઓ આ અંગે ડી સી તથા મેઘરજ ભિલોડા ના ધારાસભ્ય પી સી બરંડા ને પણ જણાવી ઘટતું કરવા માંગણી દોહરાવી છે

[wptube id="1252022"]
Back to top button