ARAVALLIMODASA

અરવલ્લી : LCBએ મેઘરજ બસ સ્ટેન્ડ નજીક વરલી મટકાના જુગાર સાથે બે દબોચ્યા, મોડાસા ટાઉન પોલીસે પોક્સોના આરોપીને ઝડપ્યો

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : LCBએ મેઘરજ બસ સ્ટેન્ડ નજીક વરલી મટકાના જુગાર સાથે બે દબોચ્યા, મોડાસા ટાઉન પોલીસે પોક્સોના આરોપીને ઝડપ્યો

અરવલ્લી : LCBએ મેઘરજ બસ સ્ટેન્ડ નજીક વરલી મટકાના જુગાર સાથે બે દબોચ્યા, મોડાસા ટાઉન પોલીસે પોક્સોના આરોપીને ઝડપ્યો અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર વરલી-મટકાના સ્ટેન્ડ,જુગારધામ પર તવાઈ બોલવી છે જીલ્લા એલસીબી પોલીસે મેઘરજ બસ સ્ટેન્ડ નજીક વરલી-મટકાના આંકફેર લખતા બે જુગારીઓને 12.08 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા મોડાસા ટાઉન પોલીસે પોક્સો અને અપહરણના ગુન્હામાં છેલ્લા 6 મહિનાથી પોલીસને હાથતાળી આપનાર આરોપી સર્વોદય નગરમાં તેના ઘરે આવતા દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો અરવલ્લી LCB પીઆઈ તેમની ટીમે મેઘરજ પોલીસની નાક નીચે ચાલતા વરલી-મટકાના આંકફેરના આંકડાના જુગારનો પર્દાફાશ કર્યો હતો મેઘરજ બસસ્ટેન્ડ નજીક ફ્રૂટની લારીઓ પાસે ખુલ્લી જગ્યામાં વરલી-મટકાનું સ્ટેન્ડ બે જુગારીઓ ચલાવતા હોવાની બાતમી એલસીબીને મળતાં બાતમી આધારીત સ્થળ પર પહોચી ખુલ્લી જગ્યામાં બેસી હારજીતના આંકડા લખતા ઈરફાનમિયાં ઉર્ફે નન્નુ ઉસ્માનમિયાં કાજી (રહે,ઈન્દિરાનગર) અને આંકડા પર દાવ લગાવવા આવેલ ખેલી રાજુ રહીમમિયાં મલેક (રહે, કસ્બા-મેઘરજ)ને કોર્ડન કરી ઝડપી પાડી બંને જુગારીઓ પાસેથી 12820/-ની રોકડ રકમ જપ્ત કરી જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મોડાસા ટાઉન PI કે.ડી.ગોહિલ અને તેમની ટીમે લોકસભાની ચૂંટણીના પગલે શહેરમાં ગુન્હા આચરી નાસતા-ફરતાં આરોપીઓને ઝડપી પાડવા પેટ્રોલીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં 6 મહિના અગાઉ નોંધાયેલ પોક્સો અને અપહરણના ગુન્હામાં પોલીસ પકડથી દૂર રહેલો બાલા ઉર્ફે કિશન રમેશ ચૌહાણ તેના સર્વોદય નગર વિસ્તારમાં આવેલ ઘરે આવ્યો હોવાની બાતમી મળતા તાબડતોડ આરોપીના ઘરે પહોંચી ઘરને કોર્ડન કરી ઘરમાંથી બાલા ઉર્ફે કિશન ચૌહાણને ઝડપી પાડતા આરોપીના મોતિયા મરી ગયા હતા ટાઉન પોલીસે છેલ્લા છ મહિનાથી નાસતા-ફરતાં આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button