ઉદ્યોગો આજની માંગ છે પરંતુ નુકસાન ના ભોગે નહી-MLA પબુભા
દેવભૂમિ દ્વારકામાં કુરંગ ખાતે પર્યાવરણ લોક સુનાવણી

RSPL નો નવો ડેન્સ સોડા એશ પ્લાન્ટ બનશે
મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ ધારાસભ્ય પબુભા આગેવાન દ્વારકાદાસભાઇ રાયચુરા (મોટાભાઇ) જિલ્લા તાલુકાના આગેવાનો પર્યાવરણપ્રેમીઓ જાગૃત નાગરીકો લગત અધીકારીઓ કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા…
ખાટા મીઠા પ્રશ્ર્નો રજુઆતો સમર્થન વિરોધ સાથેના મુદાઓ તેમજ તંત્રોના સ્વ મુલ્યાંકન સાથેનો અહેવાલ GPCB માં પહોંચશે બાદમા કેન્દ્ર સરકારમા બાદમા મંજુરી અંગે પ્રક્રિયા-દરમ્યાન કંપની નુ પ્રોજેક્ટ નુ ૬૦ ટકા કામ પુર્ણ
જામનગર (ભરત ભોગાયતા)
દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે જણાવ્યુ હતુ કે ઉદ્યોગો આજની માંગ છે પરંતુ નુકસાનીના ભોગે નહી
દેવભૂમિ દ્વારકાના કુરંગા સ્થિત આવેલી જાણીતી લાંબા સમયથી કાર્યરત રહેલી કંપની આર.એસ.પી.એલ. (RSPL) લિમિટેડ (ઘડી કંપની) ના નવા પ્રોજેક્ટ ડેન્સ સોડા એસ માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) અંતર્ગત પર્યાવરણીય લોક સુનાવણી પ્રાદેશીક અધીકારી ની ઉપસ્થિતિમાં કંપનીના સ્થળે ભારત સરકારના વન અને પર્યાવરણ વિભાગના જાહેરનામા તેમજ CPCB ની જોગવાઇઓ મુજબ એન્વાયરોનમેન્ટ ક્લીયરન્સ લેવા હાથ ધરવામાં આવી હતી. જેમા સ્થાનિક લોકોની મૌખિક રજૂઆત તથા કેટલાક લોકોની લેખિત અરજી સ્વીકારવામાં આવી હતી. કેમકે આ કંપની ચાલે જ છે માટે પાણી છોડવા રોજગાર મળવા ખેતી નુકસાન સ્થાનીક મહત્વ આગેવાનોના માન પાન જાળવવા સરકારી વિભાગોને તરત પ્રતિસાદ આપવો સહિતના મુદાઓ આ કંપની સામે જુદી જુદી સ્તરે ની સરકારી અર્ધસરકારી કચેરીઓ અને લોક પ્રતિનિધીઓની ફાઇલોમા છે જ જેના યોગ્ય રૂપાંતરણ થતા રહેતા હોય છે
આ સુનાવણીમાં જામનગર જી.પી.સી.બી. (GPCB) ના પ્રાદેશિક અધિકારી કલ્પનાબેન પરમાર તથા દ્વારકા જિલ્લાના એડિશનલ ડીસ્ટ્રિક્ટ કલેકટર શ્રી ભૂપેશ જોટાણીયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.
આ પર્યાવરણીય લોક સુનાવણીમાં આર.એસ.પી.એલ. લિમિટેડના ઉપસ્થિત અધિકારીઓ દ્વારા તમામ લોકોની રજૂઆતો તથા પ્રશ્નોનો જવાબદારીપૂર્વક અને સંતોષકારક પ્રત્યુતર આપવાનો પ્રયાસ થતા આવતાં એકંદરે અધીકારીઓએ હાશકારો અનુભવ્યો હતો અનેઆ લોક સુનાવણીનો શાંતિપુર્ણ રીતે સંપન્ન થઈ હતી.
આ સાથે લોક સુનાવણીમાં ઉપસ્થિત સમર્થકોએ આર.એસ.પી.એલ. લિમિટેડ (ઘડી કંપની) ના આવનારા પ્રોજેક્ટને આવકારી અને સમર્થન આપ્યું હતું.
******હાઇલાઇટસ******
ઉદ્યોગો આજની માંગ છે પરંતુ નુકસાન ના ભોગે નહી-કેમકે પ્રદુષણ તંત્રો રાજ્ય અને કેન્ધરના સજ્જ છે લોકો ફરીયાદ કરી શકે તેમ જણાવતા MLA પબુભા માણેક
RSPL નો નવો 1500tpડેન્સ સોડા એશ પ્લાન્ટ બનશે
મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ ધારાસભ્ય પબુભા આગેવાન દ્વારકાદાસભાઇ રાયચુરા (મોટાભાઇ) જિલ્લા તાલુકાના આગેવાનો પર્યાવરણપ્રેમીઓ જાગૃત નાગરીકો લગત અધીકારીઓ કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા…
ખાટા મીઠા પ્રશ્ર્નો રજુઆતો સમર્થન વિરોધ સાથેના મુદાઓ તેમજ તંત્રોના સ્વ મુલ્યાંકન સાથેનો અહેવાલ GPCB માં પહોંચશે બાદમા કેન્દ્ર સરકારમા બાદમા મંજુરી અંગે પ્રક્રિયા-દરમ્યાન કંપની નુ પ્રોજેક્ટ નુ ૬૦ ટકા કામ પુર્ણ
@_________________
BGB
gov.accre journalist
8758659878
bhogayatabharat@gmail.com









