
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ઇસરી પી એસ આઈ વી એસ દેસાઈ ની માનવતા સામે આવી, એક વ્યક્તિનો જીવ બચાવ્યો.. ખરે ખર ખાખી ને સો સો સલામ
કહેવાય છે ને કે પોલિસ માત્ર કાયદા કાનૂન સાથે કામ કરે છે પણ આજના આ યુગમાં એવું નથી પોલીસ એક મિત્ર તેમજ માનવતા ના કામો માં પણ પોતાનો અમૂલ્ય ફાળો આપે છે અને એક માનવતા ના ઉત્તમ વ્યક્તિત્વ ને સાબિત કરતી ઘટના એટલે ઇસરી પી એસ આઈ વી એસ દેસાઈ ની માનવતા

મેઘરજ તાલુકાના રેલ્લાંવાડા ગામના વ્યક્તિ પટેલ કલ્પેશભાઈ ધર્મભાઈ (મુન્નાભાઈ ) જેવો પોતાની ફેમિલી સાથે કામ અર્થ એ ફોરવીલ ગાડી લઇ ને મોડાસા મુકામે નિકરેલા હતા તેવામાં મોડાસા વાણીયાદ નજીક પુલ પાસે કલ્પેશભાઈને અચાનક છાતીમાં દુખાવો શરુ થતા ગાડી ઉભી રાખી અને તેઓ ગાડીમાં થી બહાર આવ્યાં અને તરત અચાનક નીચે પડી ગયા તે સમયે પોતાનું ફેમિલી પણ રડવા લાગ્યું અને કોઈ બચાવો બચાવો એમ કહેવા લાગ્યું તેવા જ સમયે જાણે ભગવાને ખુદ કોઈની જિંદગી બચાવવા મોકલ્યા હોય તેવી રીતે ઇસરી પી એસ આઈ વી એસ દેસાઈ મોડાસા ખાતે કામ અર્થ એ ગયેલા અને પછી સરકારી વાહન લઇ ઇસરી તરફ આવતા ત્યાં અચાનક આ ઘટના જોઈને સરકારી વાહન ઉભી રાખી પી એસ આઈ વી એસ દેસાઈ, સુરેશભાઈ અને હોમગાર્ડ કૌશિકભાઈ વાળંદ, તરતજ સરકારી ગાડીમાં થી નીચે ઉતરી આવ્યા અને અને કલ્પેશભાઈની પરિસ્થિતિ જોતો પી એસ આઈ ને લાગ્યું કે હાર્ટ નો પ્રોબ્લેમ થયો હોય તેમ લાગે છે અને તરત જ સીધા સુવડાવી ઇસરી પી એસ આઈ એ કલ્પેશભાઈના છાતીના ભાગમાં હાથ થી બે ત્રણ વાર પંચિંગ કરતા એક દમ હાર્ટ ના ધબકરા ધબકતા થયાં જેના લીધે કલ્પેશભાઈ હોશમાં આવ્યા અને પોતાના ફેમિલીએ હાશકારો અનુભવ્યો હતો ત્યાર બાદ કલ્પેશભાઈને ત્યાંથી પસાર થઇ રહેલા જીતપુર ના મહેશભાઈ પટેલએ પોતાની ગાડીમાં બેસાડી દવાખાને લઇ ગયા હતા અને હાલ તેવો એક્દમ તંદુરસ્ત છે જે પગલે ખાખી એ જે જીવ બચાવ્યો તે બદલ કલ્પેશભાઈ એ ઇસરી પી એસ આઈ નો આભાર માન્યો હતો આમ ઇસરી પી એસ આઈ વી એસ દેસાઈ ની માનવતા ને લીધે આજે એક વ્યક્તિ નો જીવ બચાવતા સમાજ અને પોલીસ વિભાગમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે








