
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વાર સમર યોગ કેમ્પનો અરવલ્લી જિલ્લામાં શુભારંભ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વાર સમર યોગ કેમ્પનો અરવલ્લી જિલ્લામાં શુભારંભ જેમાં ૭ થી ૧૫ વર્ષના બાળકો માટે યોગની નવી દુનિયા આકાર લઈ રહી છે. આ કેમ્પ દરમિયાન, બાળકોને યોગના મૂળભૂત સિદ્ધાંતો, આસનો, પ્રાણાયામ અને ધ્યાનની પદ્ધતિઓ શીખવાડવામાં આવશે, જેથી તેઓ તેને પોતાના દૈનિક જીવનમાં સમાવી શકે અને એક સ્વસ્થ જીવનશૈલી અપનાવી શકે.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ – ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં 200 સ્થળો ઉપર “સમર યોગ કેમ્પ”નો પ્રારંભ થયો જેમાં અરવલ્લી જિલ્લામાં પણ જિલ્લાના ત્રણ તાલુકાઓ મેઘરજ, મોડાસા, ભિલોડા ખાતે સમર કેમ્પની આજ થી શરૂઆત થઈ જે આજ થી 10 દિવસ સુધી ચાલશે, બાળકો આ વેકેશન દરમિયાન તેમના સમય નો ખુબ સારો ઉપયોગ કરે અને તેમનામાં બાળપણ થી જ યોગ,પ્રાણાયામ અને સારા સંસ્કાર કેળવાય તેવા હેતુ થી સુંદર આયોજન કરવામાં આવ્યું.જેમાં જિલ્લા ના 300 થી વધુ બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો








