ARAVALLIMEGHRAJ

અરવલ્લી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની મેઘરજમાં થશે ઉજવણી, તૈયારીઓ શરૂ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની મેઘરજમાં થશે ઉજવણી, તૈયારીઓ શરૂ


૨૬મી જાન્યુઆરીની પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પી. સી.એન હાઈસ્કૂલ, મેઘરજ ખાતે યોજાશે.ધ્વજવંદન, પરેડ, ટેબલો પ્રદર્શન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ, વૃક્ષારોપણ, સન્માન તેમજ અન્ય તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીના દ્વારા સ્થળ મુલાકાત કરીને તમામ વિભાગોને જરૂરી સૂચનો કર્યા હતા સંબંધિત અધિકારીઓને કામગીરી બાબતે જણાવવામાં આવ્યું હતું.

અરવલ્લીના મેઘરજ ખાતે યોજાનાર પ્રજાસતાક દિનની ઉજવણીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે,આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા વિવિધ પરેડ અને કરતબ રજૂ કરવામાં આવશે.
પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે તમામ વિભાગે પણ તૈયારી શરૂ કરી છે. આ રાષ્ટ્રીય પર્વમાં લોકો પણ સહભાગી બને તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ સ્થળ મુલાકાતમાં જિલ્લા કલેક્ટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીના,જિલ્લા પોલીસ વડા સંજય ખરાત ,ડીડીઓશ્રી કમલ શાહ,અધિક નિવાસી કલેક્ટરશ્રી એન. ડી. પરમાર ,કાર્યપાલક ઈજનેરશ્રી એન.કે. પ્રજાપતિ, મોડાસા પ્રાંતશ્રી અમિત પરમાર તેમજ શિક્ષણવિભાગ, રમતગમત વિભાગ, તેમજ અન્ય વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્ય

[wptube id="1252022"]
Back to top button