ARAVALLIBHILODA

અરવલ્લી : બુટલેગર જંગલના રસ્તે ઘરે પહોંચ્યો શામળાજી પોલીસે દબોચી લીધો,આઠ વર્ષથી સાંતેજ પો.સ્ટેમાં પ્રોહિબિશન ગુન્હામાં ફરાર હતો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : બુટલેગર જંગલના રસ્તે ઘરે પહોંચ્યો શામળાજી પોલીસે દબોચી લીધો,આઠ વર્ષથી સાંતેજ પો.સ્ટેમાં પ્રોહિબિશન ગુન્હામાં ફરાર હતો

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે જીલ્લાના કોઈ પણ શખ્સે અન્ય જીલ્લામાં ગુન્હાને અંજામ આપ્યો હોય કે પછી ગુન્હામાં સંડોવાયેલ હોય અને નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા ડ્રાઇવ યોજી માર્ગદર્શન આપતા શામળાજી પોલીસે ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનમાં આઠ વર્ષ અગાઉ પ્રોહિબિશનના ગુન્હામાં ભિલોડા બોરનાલાના બુટલેગરને શામળાજી પોલીસે ઘરેથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો બુટલેગર જીવણ મનાત જંગલમાંથી ઘરે પહોંચ્યો છતાં પોલીસના સંકજા માં આવી ગયો હતો    

શામળાજી પીએસઆઈ વી.ડી.વાઘેલા અને તેમની ટીમને ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા આઠ વર્ષથી વોન્ટેડ બોરનાલા ગામનો જીવણ ઉર્ફે જીવો પુનાભાઈ મનાત ઘરે આવવાનો હોવાની બાતમી મળતા પોલીસે વિવિધ ટીમ બનાવી ખાનગી વાહનો અને સાદા કપડામાં વોચ ગોઠવી હતી ચબરાક બુટલેગર જંગલના રસ્તે ખાનગી વાહનમાં ઘરે પહોંચતા પોલીસ તાબડતોડ જીવણ ઉર્ફે જીવા મનાતના રહેણાંક વિસ્તારને કોર્ડન કરી ઘરે ત્રાટકી દબોચી લેતા છેલ્લા આઠ વર્ષથી પોલીસને થાપ આપનાર બુટલેગર આવાક બની ગયો હતો શામળાજી પોલીસે આરોપીની અટકયાત કરી સાંતેજ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી

[wptube id="1252022"]
Back to top button