અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા હોદ્દો ન ધરાવતા અન્ય વ્યક્તિઓના આપેલા પંચાયતના લેટર પેડ પર જ બોર થતા હોવાના આક્ષેપો હેડપમ્પ માટે દસ હજાર રૂપિયા લઈને બોર કરી આપતાં હોવાના આક્ષેપો
હેડપમ્પ માટે દસ હજાર રૂપિયા લઈને બોર કરી આપતાં હોવાના આક્ષેપો, અન્ય વ્યક્તિ ના આપેલા લેટર પેડ પર જ બોર થતા હોવાના આક્ષેપો
સરકાર ગમે તેટલું કરે પણ ભ્રષ્ટાચાર ઓછું થવાનું નામ નથી લેતું ત્યારે વાત કરવામાં આવે તો મેઘરજ તાલુકામાં જાણે ભ્રષ્ટાચાર મોટા પ્રમાણ માં થતો હોય તો નવાઈ ની વાત નઈ ત્યારે પંચાયત દ્વારા ગામોની અંદર જે હેડપમ્પ બનાવવા માં આવેછે તેમાં મોટાપાયે પાણી પુરવઠા વિભાગ દ્વારા દસ દસ હજાર રૂપિયા લઈને સરપંચે આપેલા લેટર પેડનો દુરુપયોગ કરી અન્ય વ્યક્તિ દ્વારા આપવામાં આવતા પંચાયતના લેટર પેડ ઉપર પૈસા લઈને બોર કરી દેવામાં આવે છે તેવા હાલ આક્ષેપો સાથે તાલુકામાં ચર્ચાઓ જામી છે.ત્યારે પંચાયતો ની અંદર વિશ્વાસ રાખી હેડપમ્પ માટે અન્ય વ્યક્તિ ને પંચાયત ના લેટર પેડ આપી દેવામાં આવે છે અને અન્ય વ્યક્તિને આપેલા લેટર પેડ પર જે તે લોકેશન આપેલ હોય ત્યાંજ હેડપમ્પ બને છે અને જે સરપંચ આપે છે તે લોકેશન પર હેડ પંપ ના બોર થતા નથી અને સાથે પાણી પુરવઠા વિભાગ દ્વારા દસ દસ હજાર રૂપિયા લઈને હેડપમ્પ માટે બોર કરી દેવામાં આવે છે તેવા હાલ તો આક્ષેપો થઇ રહ્યા છે. આ બાબતે પાણી પુરવઠાના અધિકારી અમિતભાઇ જોડે ટેલિફોનિક વાતચીત કરતાં જાણવા મળ્યું હતું કે આ બાબતે જે જગ્યા એ હેડપમ્પ ના બોરની જરૂરિયાત નથી તો સરપંચ કેમ લખીને આપે છે વધુમાં જણાવ્યું હતું કે લેખિતમાં જે જગ્યા આપે છે એની સ્થળ તપાસ કરવામાં આવે છે અને જરૂરિયાત પ્રમાણે બોર કરવામાં આવૅ છે વધુમાં સરપંચ દ્વારા અધર વ્યક્તિ ને કેમ લેટર પેડ આપવામાં આવે છે અને જે આવે છે અને કહે છે કે અમારું કામ કેટલે આવ્યું અને સરપંચ કહે છે કે એ લોકો લેટર પેડ લઇ ને આવે તો ના કરવાના ત્યારે અધિકારી કહે કે હવે એમાં મારે કોનું સાંભરવું જેવા પ્રશ્નો થયા છે ત્યારે આ બાબતે ખાસ જે તે લેટર પેડનો દુરુપયોગ કરી હેડ પંપ માટે બોર કરી દેવામાં આવ્યા છે તેની યોગ્ય તપાસ થાય તેવી હાલ માંગ થઇ રહી છે વધુમાં આ બાબતે તાલુકા વિકાસ અધિકારી દ્વારા મેઘરજ તાલુકામાં હેડપમ્પ માટેના બોર અંગે સ્થળ તપાસ કરાવે તો દૂધનું દૂધ અને પાણી નું પાણી બહાર આવી શકે તેમ છે








