મોડાસા બહુમાળી બિલ્ડીંગના ત્રીજા માળની પેરાફિટ તૂટી પડ્યાની ઘટનાના 25 દિવસ પૂર્ણ : ટાઉન પોલિસ ભેદી રીતે આરોપીઓ ને પકડવામાં નિષ્ફળ

અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા બહુમાળી બિલ્ડીંગના ત્રીજા માળની પેરાફિટ તૂટી પડ્યાની ઘટનાના 25 દિવસ પૂર્ણ : ટાઉન પોલિસ ભેદી રીતે આરોપીઓ ને પકડવામાં નિષ્ફળ

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના માલપુર રોડ પર,25 દિવસ પૂર્વે નિર્માણ પામી રહેલી, બહુમાળી બિલ્ડીંગના ત્રીજા માળની પેરાફિટ તૂટી પડતા, કડીયા કામ કરી રહેલા ત્રણ શ્રમિકો નીચે પટકાતા, ત્રણ પૈકી એક શ્રમિકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જયારે ઈજાગ્રસ્ત બનેલા બે શ્રમિક પૈકી એક યુવક હાલ 25 દિવસથી, મોડાસાની હોસ્પિટલમાં કોમની સ્થિતિમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે,શ્રમિકનો પરિવાર આર્થિક રીતે તૂટી ગયો હોવાનું જણાવી રહયો છે,મોડાસા ટાઉન પોલીસ મથકે આ, બનાવ અંગે બેદરકારી બદલ એન્જીનીયર અને કોન્ટ્રાકટર સામે સા પરાધ,મનુષ્યવધ સહિતની કલમો મુજબ ગુનો નોંધાયો હોવા છતાં, ટાઉન પોલિસ ભેદી રીતે આરોપીઓ ને પકડવામાં ના કામિયાબ રહેતા, પોલીસ સામે સવાલો ઉઠી રહ્યા છે,ભોગ બનનાર પરિવારો માં, અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર, અને મોડાસા ટાઉન પોલિસ સામે ભારે રોષ પ્રવર્તિ રહ્યો છે,ટાઉન પોલીસે થોડાક દિવસ પૂર્વે છેતરપીંડીના ગુના ના આરોપીને ગણત્રીના કલાકોમાં, બોમ્બે થી ઝડપી લઈ વાહવાહી તો મેળવી હતી,પરન્તુ સાપરાધ મનુષ્યવધના મોટા માથાના આરોપીઓ ને પકડવામાં પોલીસ કેમ પાછી પાની કરે છે, જેવા અનેક સવાલો ઉભા થયા છે, હાલ તો ભોગ બનનાર પરિવાર ન્યાય મળે તેની રાહ જોઈ બેઠયો છે








