ARAVALLIMEGHRAJ

અરવલ્લી : આઈ – ખેડૂત પોર્ટલની જાહેરાત મુજબ 5 માસે પણ વળતર મર્યું નથી મેઘરજના અરજદારનો આક્ષેપ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : આઈ – ખેડૂત પોર્ટલની જાહેરાત મુજબ 5 માસે પણ વળતર મર્યું નથી મેઘરજના અરજદારનો આક્ષેપ

ગુજરાત સરકાર ખેતીવાડી ખાતા દ્વારા આઈ ખેડૂત પોર્ટલ યોજનામાં વિવિધ પ્રકારની ખેતીલક્ષી જાહેરાતો માટે ખેડૂતો ફોર્મ ભરે છે પરંતુ ડ્રો પદ્ધતિ હોવાથી ઘણાને બે ત્રણ વખત નંબર લાગે છે અને ઘણા બે ત્રણ વખત અરજી કરે છે છતાં નંબર લાગતો નથી ત્યારે મેઘરજના એક અરજદાર ના જણાવ્યા અનુસાર આક્ષેપો કર્યા હતા કે મોબાઈલ ની ખરીદી પર મોબાઈલની 15 થી 20 હજારની ખરીદી બાદ 6000 ₹ વળતર મળે તે માટે 5 – માસ પહેલા અરજી બિલ રજુ કરવા છતાં અને માર્ચ પૂરો થવા છતાં વળતર રૂપી રૂપિયા ખાતામાં આવતા નથી આવો વહીવટ ખેતીવાડી ખાતા દ્વારા ચાલે છે માર્ચ માસ પૂરો થયે બે મહિના થયા છતાં તાલુકામાંથી અરજીઓ જિલ્લામાં મોકલેલ છતાં પાસ થવામાં આટલો વિલંબ કેમ ? ફરીવાર પાછી જાહેરાતો આવી છે જેથી ખેડૂતો અરજી કરે અને વળતર મળતું નથી જેથી અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાની અરજીઓનો સત્વરે નિકાલ થાય તેવી માગણીઓ સાથે અરજદારે આક્ષેપ કર્યો હતો

[wptube id="1252022"]
Back to top button